International

ગાઝામાં ઈઝરાયેલ દ્વારા ૨૪ કલાકમાં ૬૨ પેલેસ્ટીનીઓની હત્યા

(એજન્સી)                             તા.૧૬
પેલેસ્ટીની ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર, ગાઝા પટ્ટીમાં આરોગ્ય મંત્રાલયે આજે જાહેરાત કરી કે પાછલા ૨૪ કલાકમાં ઇઝરાયેલના હુમલામાં ૬૨ પેલેસ્ટીનીના મૃત્યુ પામ્યા છે અને ૨૫૩ અન્ય ઘાયલ થયા છે.  તેણે તેના દૈનિક આંકડાકીય અહેવાલમાં જણાવ્યું છે કે, ૭ ઓક્ટોબર ૨૦૨૩થી ચાલી રહેલા ઇઝરાયેલના હુમલામાં જાનહાનિ ૪૬,૭૦૭ પેલેસ્ટીનીનો મૃત્યુ પામ્યા છે અને ૧૧૦,૨૬૫ ઘાયલ થયા છે.  મંત્રાલયે જણાવ્યું કે, અજ્ઞાત સંખ્યામાં પીડિતો હજી પણ નાશ પામેલી ઇમારતોના કાટમાળ હેઠળ અથવા શેરીઓમાં પડેલા છે અને નાગરિક સંરક્ષણ ટીમો તેમને બચાવવામાં અસમર્થ છે.