અમેરિકા ગાઝાનો કબજો લે અને તેને "મધ્ય પૂર્વનું સ્વર્ગ" બનાવે અને પેલેસ્ટીનવાસીઓને પડોશી દેશોમાં ધકેલી દેવાય અને એમને હવે પરત ફરવાનો અધિકાર નથી એવું ટ્રમ્પ સતત સૂચવી રહ્યા છે
(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૧
મધ્ય પૂર્વના પોતાના ખુલ્લેઆમ ભયજનક આયોજનમાં એટલે કે ગાઝા પર કબજો લઈને તેમાં રહેતા પેલેસ્ટીનવાસીઓને અન્ય દેશોમાં ધકેલી દેવાની યોજનાનો અમલ કરવા માટે આરબ દેશો પર દબાણ વધારવાની સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જોર્ડનના રાજા અબ્દુલ્લાહ-૨ને વ્હાઇટ હાઉસમાં આવકારવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે. યુદ્ધ વિરામ ખૂબ જ ચિંતાજનક અને નિર્ણાયક પણ છે અને હમાસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયેલ વારંવાર સમજૂતીનો ભંગ કરી રહ્યું છે. એટલે અન્ય બંધકોની મુક્તિ અમે અટકાવી છે એવા સમયે ટ્રમ્પે પણ ઇઝરાયેલને તમામ બંધ કરી મુક્તિ ન થાય અને શનિવાર સુધીમાં મુક્ત કરવા મનાવે તો યુદ્ધ શરૂ કરી દેવા તાકીદ કરી છે. એવા નાજુક સમયમાં જોર્ડનના રાજા અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે. ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો ઇજિપ્ત અને જોર્ડન જે અમેરિકાના લાંબા સમયના સાથીદારો છે એમને અપાતું ફંડ પણ અટકાવી દેવામાં આવશે જેથી કરીને તેઓ ગાઝાથી હટીને અન્ય દેશોમાં વસી જવા માટે પેલેસ્ટીનીઓને સમજાવી અને દબાવી શકે. જોર્ડનમાં અત્યારે પણ ૨૦ લાખ જેટલા પેલેસ્ટીની નાગરિકો વસી રહ્યા છે. પરંતુ ગાઝાનો કબજો લઈને ત્યાંના નાગરિકોને અન્યત્ર હાંકી કાઢવાની અમેરિકા પ્રમુખની યોજનાનો વિરોધ કરવામાં અન્ય આરબ દેશોની સાથે જોર્ડન પણ જોડાયું છે. તેના વિદેશ મંત્રીએ અયમાન સફાદી અગાઉ કહી ચૂક્યા છે કે ટ્રમ્પના વિચાર સામે અમારો વિરોધ મજબૂત નક્કર અને અડગ છે. અમેરિકાનું સાથી ઇજિપ્ત પણ કહે છે કે બે બે દેશની રચનાનો અને માન્યતા આપવાનો લાંબા સમયનો જે લક્ષ્યાંક છે તે ભયમાં મુકાઈ શકે છે. ઉપરાંત લાખો વધારાના શરણાર્થીઓ આવવાથી સલામતીના પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે. શું તમારી યોજના અંગે તમે કિંગ અબ્દુલ્લાહને સમજાવી શકશો એવો પ્રશ્ન થતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું માનું છું કે તેઓ મારૂં સૂચન સ્વીકારી લેશે અને અન્ય આરબ દેશો પણ સ્વીકારી લેશે. તેઓ ઉદાર હૃદય ધરાવે છે. કિંગ અબ્દુલ્લાહ અમેરિકા પ્રમુખ સાથે મુલાકાત કરશે. ઉપરાંત અન્ય ટોચના અમેરિકાના મંત્રીઓ અને મહાનુભાવો સાથે પણ મુલાકાત કરનાર છે.