International

ગાઝા હોસ્પિટલ પર ઇઝરાયેલના ભયાનક હવાઈ હુમલામાં ૨૮ પેલેસ્ટીની દર્દીઓનાં કરૂણ મૃત્યુ, વેસ્ટ બેંકના ચાર પેલેસ્ટીની યુવાનોની હત્યા કરતી ઇઝરાયેલી સેના

ઉત્તર ગાઝામાં યુદ્ધ વધુ વ્યાપક બનાવવા ૪,૦૦,૦૦૦ જેટલા નાગરિકોને ગાઝાથી દક્ષિણ તરફ ચાલ્યા જવા ઇઝરાયેલી સેનાની ચેતવણી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
લેબેનોન અને ગાઝામાં ઇઝરાયેલી સેના દ્વારા ભયાનક હવાઈ હુમલાની સાથે-સાથે જમીની યુદ્ધ પણ વધુ ભયંકર બનાવવામાં આવી રહ્યું છે જેના કારણે નિર્દોષ લોકોની જાનહાની ઝડપથી વધી રહી છે. ગાઝામાં એક હોસ્પિટલ પર ઇઝરાયેલના ભીષણ હવાઈ હુમલાથી ૮મહિલાઓ સહિત ૨૮ના મોત થયા હતા. પેલેસ્ટીનવાસી નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એક અલગ હિંસાની ઘટનામાં વેસ્ટ બેંકના નેમ્બ્લુસ ખાતે ઇઝરાયેલી સેનાએ પેલેસ્ટીનના ચાર યુવાનોની હત્યા કરી નાખી હતી એવું જાહેર થયું છે. ઉત્તર ગાઝા વિસ્તારમાં જબલિયા ખાતે સેંકડો લોકો જેમાં આશરો લઈ રહ્યા હતા એ હોસ્પિટલ પર ઇઝરાયેલના હવાઈ આક્રમણથી બાળકો અને મહિલાઓ સહિત સોળ પેલેસ્ટીની નાગરિકોનાં મોત થયા હતા અને ડઝનબંધ અન્ય નાગરિકો ઘાયલ થયા હતા. કમલ અડવાન હોસ્પિટલ ખાતે લાશોના ઢગલા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોની સંખ્યાથી હોસ્પિટલ ભરાઈ ગઈ હતી. વિસ્થાપિત નાગરિકો આશરો લઈ રહ્યા હતા એ યમન અલ શાહિદ હોસ્પિટલ પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો જેના કારણે જાનહાનિ થઈ હતી. વેસ્ટ બેંકના નેમ્બ્લુસ ખાતે ઇઝરાયેલના લશ્કરે એક વાહન પર બેફામ ગોળીબાર કરતા ચાર પેલેસ્ટીની યુવાનો માર્યા ગયા હતા. દરમિયાન યુનો દ્વારા ફરી એક વાર ગાઝાની માનવીય કટોકટી અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઇઝરાયેલના લશ્કરે ઉત્તર ગાઝામાં યુદ્ધને વધુ વ્યાપક બનાવવાના બદ ઇરાદાથી ચાર લાખ ગાઝાવાસી નાગરિકોને દક્ષિણ તરફ ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે. વાદીએ ગાઝામાં હજુ ચાર લાખથી વધુ લોકો રહે છે એ તમામને હિજરત કરીને દક્ષિણ તરફ ચાલ્યા જવાની તાકીદ કરવામાં આવતા યુનોએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે જેટલા ઉત્તર ગાઝા વિસ્તારના જેટલા ક્રોસિંગ છે એ તમામ લોકોને માનવતાવાદી સહાય અને અન્ય પુરવઠો પહોંચાડવા માટે બંધ કરવામાં આવ્યા છે. માત્ર નાગરિકોને ઉત્તરમાંથી દક્ષિણ તરફ જવાની છૂટ આપવામાં આવી રહી છે જેના કારણે હજારોની સંખ્યામાં લોકો દક્ષિણ તરફ જઈ રહ્યા છે. માનવ અધિકાર સંસ્થા યુનોએ ચિંતા દર્શાવી છે કે એક પછી એક રસ્તા બંધ થઈ રહ્યા હોવાથી લાખો લોકો માટે સહાય અટકી પડતા લોકોના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. જે સાથ શાળાઓમાં હજારો લોકોને આશરો અપાયો છે એ પણ ખાલી કરાવવામાં આવી રહી છે અને આઠમાંથી માત્ર બે પાણીના કૂવા ચાલુ છે અને બીજાનો નાશ કરી નાખવામાં આવ્યો છે. ઉત્તરમાં અનાજની ભયંકર તંગી છે અને રોટલી અને બ્રેડની પણ તંગી છે કેમ કે ઇઝરાયેલના બોમ્બમારાથી એકમાત્ર બેકરીનો પણ નાશ થયો છે.