Gujarat

ગુજરાતના ડાયસ્ટફ ઉત્પાદકોને નિકાસમાં મોટા પાયે સહન કરવાનું આવશે તેવી ઉદ્યોગ કારોને ચિંતા

કેન્દ્ર સરકારે ડાયસ્ટફના પાયાના કાચામાલ પર એન્ટ્રી ડમ્પિંગ ડ્યુટી લાદતા

અંકલેશ્વર-પાનોલી ઔધોગિક વસાહતમાં સૌથી વધારે ઉદ્યોગો કાર્યરત છે, સરકાર આ નિર્ણય બાબતે ફેર વિચારણા કરે તેવી માંગ

અંકલેશ્વર, તા.૧૬
કેન્દ્ર સરકારે ડાય-સ્ટફના પાયાના કાચામાલ પર એન્ટીડમ્પિંગ ડયુટી લગાવી છે. તેનાથી ગુજરાતના ડાયસ્ટફ ઉત્પાદકોને નિકાસમાં મોટાપાયે સહન કરવાનું આવશે તેવી ચિંતા ડાયસ્ટફ ઉદ્યોગના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોએ વ્યકત કરી છે. તાજેતરમાં ભારત સરકારે કોરિયાથી આવતા થેલિક એનહાયડ્રઇડ પર પ્રોવિઝનલ સેફગાર્ડ ડૂયૂટી લાખી છે. પરિણામે ડાયસ્ટફ ઉત્પાદકોના કિસ્સામાં પાયાનાં કાચા માલનો ભાવ કિલોએ પ૦ રૂપિયાથી વધીને ૧૦૦ રૂપિયા થયો છે. ખાસ કરીને એન્ટી ડમ્પીંગ ડયૂટી વિદેશથી આયાત થતો માલ સ્થાનિક ઉત્પાદકોને મરણતોલ ફટકો મારતો હોય કે કોઇ કારણસર રમત રમીને નીચા ભાવે માલ દેશમાં ડમ્પ કરાતો હોય ત્યારે લગાવાય છે.
આ મુદ્દે રજૂઆત કરતા ધી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચર્સ એસોસિએશન (જીડીએમએ) પ્રેસિડેન્ટ રમેશ પટેલે કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયાને, દેશના ડાય ઇન્ટરમિડિયેટ અને ડાયસ્ટફના ઉત્પાદકોના વ્યાપક હિતમાં જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. કોમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડીયા દેશમાં બિઝનેસના એથિકસને સાઇડ ઉપર મુકીને ખોટી રીતે દાવ રમતું હોય તેની તપાસ કરીને ખુ૯લા પાડીને દંડ પણ કરે છે. પાનોલી ઉદ્યોગમંડળના પ્રમુખ બી.એસ.પટેલે જણાવ્યું કે, જો સરકાર આ મુદ્દાને ગંભીરતાથી નહીં લે તો ગુજરાતના ડાયસ્ટફ ઉદ્યોગને નિકાસ કામકાજમાં રૂ. ૧પ૦૦૦ કરોડની ખોટ સહન કરવાનો વારો આવશે. કાચામાલના ભાવમાં થયેલા વધારાને કારણે ભારતના ડાયસ્ટફના ઉત્પાદકો માટે વિશ્વ બજારમાં તેમના હરીફો સામે તકલીફનો સામનો કરવો પડશે. ચીન જેવા દેશ તેનો ફાયદો ઉઠાવી શકે છે. કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયને કારણે ગુજરાતના તેની સાથે સંલગ્ન ૬૦૦૦ જેટલા એકમો જે વાર્ષિક રૂા. રપ,૦૦૦ કરોડ ઉપરાંતનું કામકાજ કરી રહ્યાં છે. તેમને મોટાપાયે સહન કરવાનું આવશે. તેવી નોંધ લેતા પરીખે જણાવ્યું કે, માત્ર ડાયસ્ટફના એકમોને જ નહીં પણ કેમિકલ, ફાર્માસ્યુટીકલ અને કાપડના એકમોને પણ આ મહત્વના કાચામાલ પરના એન્ટી ડમ્પિંગ ડ્યૂટીને કારણે સહન કરવાનું આવશે. સરકારે આ અંગે ફેરવિચારણા કરવી જરૂરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું કે, લોકડાઉન બાદ ઉધોગ ધીરે ધીરે પાટા પર આવી રહ્યો હતો તેવા સમયે સરકારના આ નિર્ણયને લીધે મોટાભાગે એમએસએમઇ ની કેટેગરીમાં આવતા આ ઉધોગોની હાલાકી વધી જવા પામી છે. પાનોલી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ૪૦૦ થી વધુ ડાઈઝ એન્ડ ઈન્ટરમીડીએટ્‌સ એકમો આવેલા છે તેમને આ નિર્ણયથી કરોડો રૂપિયાનો ફટકો પડશે. નોંધનીય છે કે અંકલેશ્વર અને પાનોલી ઉપરાંત રાજ્યના ડાઇઝ એન્ડ ડાઇઝ ઇન્ટરમિડિયેટના ઉત્પાદકોની શીર્ષસ્થ સંગઠન જીએમડીએ છે. ગુજરતમાં કાર્યરત ૯૦ ટકા ઉપરાંત એકમો એમએસએમઇ કેટેગરીમાં આવે છે. આ એકમો ૧.પ૦ લાખ લોકોને સીધી રોજગારી પુરી પાડે છે અને તેમનું માસિક કામ કાજ રૂ. ૬૦,૦૦૦ કરોડની આસપાસ બેસે છે. દેશના કેમિકલ અને ડાયસ્ટફ ઉદ્યોગના કુલ કામકાજમાં ગુજરાતના એકમોનો હિસ્સો ૭પ ટકા ઉપરાંતનો છે. એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવાની પણ વાતો થાય છે ત્યારે આવા નિર્ણયો કદાચ નાના ઉદ્યોગોને મરણ પથારીએ લાવી દે તો નવાઈ નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Gujarat

  ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

  ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
  Read more
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Gujarat

  હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

  ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.