National

ગોરખપુર : ૧પ વર્ષીય સગીરા ઉપર નોકરી આપવાની લાલચ આપી બીઆરડી મેડિકલ કોલેજમાં સામૂહિક બળાત્કાર

(એજન્સી) ગોરખપુર, તા.રપ
૧પ વર્ષીય સગીર છોકરી ઉપર ત્રણ વ્યક્તિઓએ ગોરખપુરમાં આવેલ બીઆરડી મેડિકલ કોલેજમાં સામૂહિક બળાત્કાર કર્યું હતું. નર્સની નોકરી આપવાના બહાને એક મહિલા છોકરીને પોતાની સાથે લઈ ગઈ હતી અને ત્રણ યુવકોને સોંપી હતી. પોલીસ રિપોર્ટ મુજબ બલરામપુર નિવાસી ૧પ વર્ષીય છોકરી ખૂબ જ ગરીબ કુટુંબની છે. એમણે બે વ્યક્તિઓ સામે બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું છે બે વ્યક્તિઓ અને મહિલા સોનાલી સામે ઈપીકોની કલમો ૩૭૬, પ૦૪, ૪૧૯, ૪ર૦ અને પ૧૧ હેઠળ ગુનો નોંધાયો છે. સગીરાની ફરિયાદના પગલે એફઆઈઆર નોંધવામાં આવી છે જેને મેડિકલ તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે. ભાગેડુ આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી છે. છોકરી નોકરીની શોધમાં હતી અને બલરામપુર બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી જે દરમિયાન એની મુલાકાત સોનાલી સાથે ૧૦ દિવસ અગાઉ થઈ હતી. સોનાલીએ એ પછી છોકરીને ગોરખપુર બોલાવી અને નોકરી આપવાનો વચન આપ્યો. જ્યારે છોકરી ગોરખપુર પહોંચી ત્યારે સોનાલી એને રેલવે સ્ટેશન લેવા ગઈ હતી અને પોતાની સાથે મેડિકલ કોલેજ લઈ આવી અને એ પછી એની ઓળખ ત્રણ આરોપીઓ સાથે કરાઈ. સોનાલીએ છોકરીને એ વ્યક્તિ સાથે જવા કહ્યું. એ વ્યક્તિ એને વોર્ડમાં લઈ જવાના બદલે ધાબા ઉપર લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો. એ પછી બીજા બે વ્યક્તિઓ એ પણ એની ઉપર બળાત્કાર ગુજાર્યો.