Gujarat

‘ઘોડો કેમ લાવ્યો ?’ તેમ કહી દલિત યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

ભાવનગર, તા.૩૦
સુરક્ષિત ગણાતા ગુજરાતમાં દલિતો અને લઘુમતીઓ પર અવાર-નવાર હુમલાઓ કરી તેમની હત્યા કરવાના બનાવો પણ હવે તો છાશવારે થવા લાગ્યા છે. આ ઘટનાઓ શમવાનું નામ ન લેતી હોય તેવી ભાવનગર જિલ્લાના ઉમરાળાના ટીંબી ગામના દલિત યુવાનને ‘ઘોડો’ રાખવા મામલે કેટલાક શખ્સોએ મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઉમરાળા તાલુકાના ટીંબી ગામે દલિત યુવાનને ઘોડાનો શોખ હોય ઘોડા રાખતો હતો. પરંતુ ગામના જ કેટલાક શખ્સો ઘોડો ન રાખવા મુદ્દે અવારનવાર ધમકીઓ આપતા હતા. ઘોડો દલિતને ન શોભે તેમ કહેતા હતા પરંતુ યુવાન ઘોડા પર જ ગામમાં જતો હોય ગઈકાલે કેટલાક શખ્સોએ તેની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. તેવો આક્ષેપ કરી મૃતકના પિતા અને સગા સંબંધીઓ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો છે જ્યારે પોલીસે અન્ય સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે રહેતા દલિત યુવાન પ્રદીપભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ.ર૧)એ ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતા હતા. પ્રદીપભાઈ રાઠોડને ઘરે ઘોડો પણ રાખેલો હોય તે અવાર-નવાર ઘોડા ઉપર બેસી ગામમાં નીકળતા હતા. ત્યારે ઉમરાળા તાલુકાના પીપરાળી ગામના દરબારે ધમકી આપતા જ્ઞાતિ વિશે હડધૂત કરી કેમ ઘોડે સવારી કરે છે ઘોડો વેચી દે તારે ઘોડો રાખી શકાય નહીં નહીંતર મારી નાખીશ તેમ ધમકી આપી હતી. આ ઉપરાંત ટીંબી ગામના નટુભા દરબારે પણ પ્રદીપભાઈ ઘોડા ઉપર બેસી ગામમાં નીકળતા હોય ત્યારે ગાળો દઈ ઘોડો વેચી દેવાનું કહી નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાનમાં બંને શખ્સો તથા અજાણ્યા ઈસમે એક સંપ કરી ગત મોડી સાંજના સાડા સાત વાગે ગામની સીમમાં પ્રદીપભાઈ નીકળતા તેને અટકાવી ગાળો દઈ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. તેમ મૃતક યુવાનના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આ ઉપરાંત આજે મરણ જનારનો મૃતદેહ સ્વીકારવા પણ પરિવારજનોએ ઈન્કાર કરી દીધો છે અને હોસ્પિટલ પાસે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. હત્યાનું સાચું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.