Gujarat

ચકચારી પંડોળી કિડની કૌભાંડના મુખ્ય સૂત્રધારને પેટલાદની કોર્ટમાં રજૂ કરાયો

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં પંડોળી ગામનાં કિડની કૌભાંડનાં મુખ્ય સુત્રધાર સહીત બે આરોપીઓને લઈને આજે દહેરાદુન પોલીસ આણંદ આવી હતી, અને મુખ્ય સુત્રધારને પેટલાદ કોર્ટમાં રજુ કરાયો હતો, જયારે બીજા આરોપીને પેટલાદ ગ્રામ્ય પોલીસને હવાલે કરતા પોલીસે પુછપરછ હાથ ધરી છે, જયારે મુખ્ય સુત્રધાર અમીત રાવતને જયુડીશલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, જયારે આવતીકાલે તેને પુનઃકોર્ટમાં રજુ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. પોલીસે પેટલાદ કોર્ટમાં બન્ને આરોપીઓની કસ્ટડીની માંગ કરી હતી, પરંતુ અમીત રાવતનાં તે કેસમાં રીમાન્ડ પૂર્ણ થયા બાદ તે ભાગી ગયો હોઈ કોર્ટે પોલીસને તેની કસ્ટડી આપવાનો ઈન્કાર કર્યો હતો.
મળતી વિગતો અનુસાર આજથી બે વર્ષ પૂર્વે ગત માર્ચ ૨૦૧૬માં પંડોળી ગામનું કીડની કૌભાંડ બહાર આવ્યું હતું અને જેમાં ૧૩ યુવકોની કીડની કાઢી લેવામાં આવી હોવાનું ખુલતા પોલીસે આ કેસમાં સ્થાનીક દલાલ રફીક ઉર્ફે જાડીયો, શેરૂઅલી ઉર્ફે શેરુ અને મુકુલ ઉર્ફે મુકેશ, જાવેદખાન સહીત ચાર જણા વિરૂદ્ધ ગુનો નોંધી જાવેદખાન સિવાયનાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ આ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર ડા.અમીત રાવતનું નામ બહાર આવતા પોલીસે તેને દિલ્હીની હજારી કોર્ટમાંથી તા.૨૬ જુલાઈ ૨૦૧૬માં ધરપકડ કરી હતી, અને ત્યારબાદ તેનાં પાંચ દિવસનાં રીમાન્ડ મેળવી દિલ્હી તપાસ માટે લઈ જવાયો હતો અને દિલ્હીથી પરત આણંદ લાવતી વખતે તે ૧૧મી ઓગષ્ટ ૨૦૧૬ની રાત્રે રાજધાની એકસપ્રેસ ટ્રેનમાંથી અજમેર પાસેથી એલસીબી પોલીસને થાપ આપી ભાગી છુટયો હતો, ત્યારબાદ દહેરાદુન પોલીસે ડા. અમીત રાવતને ઝડપી પાડતા આણંદ પોલીસે દહેરાદુન કોર્ટમાં ટ્રાન્સફર વોરંટથી ડા.અમીત રાવતનો કબજો મેળવવા વોરંટ જમા કરાવ્યું હતું.ડા.અમીત રાવતની ચાર્જસીટ કોર્ટમાં રજુ કરાય તે પૂર્વે જ તે ફરાર થઈ જતા તેની ચાર્જસીટ પણ કોર્ટમાં રજુ કરવાની બાકી હોઈ દહેરાદુન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે ડા. અમીત રાવત અને જાવેદખાનને આણંદ લાવવામાં આવ્યો હતો, અને આણંદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને પેટલાદની કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો, જયાં પોલીસે જાવેદખાનને પુછપરછ માટે પેટલાદ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યો હતો,જયારે અમીત રાવતને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.