અમદાવાદ,તા.ર૩
રાષ્ટ્રીય જનઆંદોલન પરિષદ તથા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય) પ્રમુખ મુકેશ પરીખની આગેવાની હેઠળ પાકિસ્તાન પ્રેરિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ વિસ્ફોટક ઘાતકી હુમલા કરી, સીઆરપીએફના ૪૬ શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા કેન્ડલ પ્રજવલિત કરી, બે મિનિટનું મૌન પાળી, શ્રધ્ધાસુમન અર્પીત કર્યા હતા. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ દેશભકિતના યાદગાર ગીતો રજૂ કર્યા બાદ, રાષ્ટ્રગીત જનગણમન અધિનાયક જય હે ગાવામાં આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાના સાનિધ્યમાં, ટાઉનહોલ પાસે મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ-બહેનો સાંજે એકત્રીત થયા હતા. કાર્યકરોએ વિવિધ માગણી અને રજૂઆતવાળા વિશાળ બેનરો સાથે પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચારો પોકારેલ. કાર્યક્રમમાં ચીન પાકિસ્તાનને સમર્થન આપતું હોવાથી, ચાઈનીઝ ચીજ-વસ્તુઓની ખરીદી બંધ કરવા, ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર પોકારવા ભારતીય ગ્રાહક સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અનેક ચાઈનીઝ પ્રોડકટને જાહેરમાં તોડી નાખી, સળગાવવામાં આવેલ, આગામી સમયમાં બજારમાં ચાઈનીઝ પ્રોડકટ વેચતી દુકાનો સામે, દેશભકત ગ્રાહક સત્યાગ્રહ શરૂ કરાશે. ચાઈનીઝ પ્રોડકટ તકલાદી અને ગેરંટી વગરની હોય છે. વેપારીઓ ગ્રાહકોને જીએસટી નંબર વાળા પાકા બીલો આપતા નથી. ટેકસ ચોરી કરતા સ્થાપિત હિતો ધરાવતા વેપારીઓ દેશના વ્યાપક હિત માટે ચીનની પ્રોડકટનું વેચાણ બંધ કરે તે માટે સમજાવીને ગુલાબ ફુલ આપી ગાંધીગીરી કરવાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. આ સહિત ૧ લાખથી વધુ ગ્રાહકોની સહીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન આપીને, ચીનની આયાતી તમામ ચીજ વસ્તુઓ ઉપર ર૦૦થી ૩૦૦ ટકાની ડયુટી-ટેક્ષ અને પેટ્રોલ-ડીઝલમાં એકસાઈઝ ડયુટી ઘટાડવા માંગણી કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય જન આંદોલન પરિષદ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.