Gujarat

ચાણસ્મા તા.પં.માં ચૂંટણી દરમિયાન કોંગ્રેસના બે જૂથ વચ્ચે બોલાચાલી

પાટણ, તા.૨૦
ચાણસ્મા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની આજે યોજાયેલી ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સભામાં ખુરશીઓ ઉછળી હતી અને જોતજોતામાં મામલો ગંભીર બનતા વર્તમાન મહિલા પ્રમુખ જૂથના અપક્ષ સાથે સાત સભ્યો વોકઆઉટ કરી ગયા હતા, જ્યારે પક્ષના મેન્ડેડ પ્રમાણે સામા કે વર્તમાન પ્રમુખ જૂથની ગેરહાજરી વચ્ચે પરિણામ જાહેર કરતા આ ચૂંટણી પ્રક્રિયા સામે કાયદાકીય લડત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચાણસ્મા તા.પં.માં ૧૮ બેઠકો પૈકી કોંગ્રેસ પાસે ૧પ સભ્યો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં આંતરકલહને કારણે પક્ષ બે ભાગમાં વિભાજીત થઈ ગયો હતો અને બીજી ટર્મ માટે બંને જૂથો દ્વારા સત્તા કબજે કરવા રાજકીય દાવપેચ ખેલવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા પ્રમુખ પદ માટે રબારી ગેમરભાઈ ઓઘારભાઈ (પીંપળ) અને ઉપપ્રમુખ માટે સરલાબેન સોવનજી ઠાકોર (સેંઘા)ને મેન્ડેડ આપવામાં આવ્યો હતો તેમ છતાં વર્તમાન પ્રમુખના જૂથ દ્વારા પ્રમુખ/ઉપપ્રમુખનું ઉમેદવારીપત્રક ભરવામાં આવ્યું હતું જેથી રાજકીય વાતાવરણ તંગ બની ગયું હતું. આજે ચાણસ્મા ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા બંને જૂથના સભ્યો વચ્ચે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો અને પોલીસની હાજરીમાં જ બંને જૂથના ટેકેદારો સામસામે આવતા ખુરશીઓ ઉછળી હતી અને પોલીસની દરમિયાનગીરી વચ્ચે મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની સામે વર્તમાન પ્રમુખ જૂથના સભ્યોએ વિરોધ નોંધાવી ચૂંટણીનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યો હતો. અંતે ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે ગેમરભાઈ રબારી જ્યારે ઉપપ્રમુખ તરીકે સરલાબેન ઠાકોરને વિજેતા જાહેર કરતા નારાજ વર્તમાન પ્રમુખના જૂથે ચૂંટણી પ્રક્રિયાને કાયદાકીય રીતે પડકારવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ મહિલા પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવનાર સભ્યોને જ પ્રમુખ-ઉપપ્રમુખનો મેન્ડેડ આપવામાં આવતા કોંગ્રેસ પક્ષ બે જૂથમાં વહેંચાઈ જતા બળવો થવા પામ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.