National

ચીન વર્તમાન સરહદને માનતું નથી : સંસદમાં રાજનાથ

ચીને ભારતની ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડી, સરહદ પર યથા સ્થિતિ બદલવાનો કોઈપણ પ્રયાસ સાંખી લેવાશે નહીં, બંને તરફે રાજદ્વારી અને સૈન્ય સ્તરે ચર્ચા થઈ શકે છે, આનાથી વિશેષ હું કોઈ વિગતો આપી શકું નહીં : રાજનાથ

સરહદ પર ચીન દ્વારા થઈ રહેલા અતિક્રમણ અંગે કોંગ્રેસ સહિતના વિપક્ષે ચર્ચાની માંગ કરતાં સ્પીકર ઓમ બિરલાએ માંગને ફગાવી દીધી, કોંગ્રેસના સભ્યો સદનમાંથી વોકઆઉટ કરી ગયા

પાકેે. ભારતની ૫૧૮૦ સ્કવેર કિ.મી. જમીન ચીનને સોંપી દીધી : રાજનાથ
રાજનાથે સંસદમાં કહ્યું કે, અત્યાર સુધી ભારત-ચીન દ્વારા સંયુક્ત રીતે સમજૂતીવાળી એલએસી નથી અને એલએસી મુદ્દે બંનેની ધારણા અલગ-અલગ છે. સદન જાણે છે કે, ચીને લદ્દાખમાં ભારતની આશરે ૩૮,૦૦૦ સ્કવેર કિલોમીટર જમીન ગેરકાયદેસર રીતે કબજે કરી રાખી છે. આ ઉપરાંત ૧૯૬૩માં એક કહેવાતા બાઉન્ડ્રી કરાર અંતર્ગત પાકિસ્તાને પીઓકેની ૫૧૮૦ સ્કવેર કિલોમીટર ભારતીય જમીન ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દીધી છે.

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
કેન્દ્રીય સંરક્ષણ મંત્રીરાજનાથસિંહે લદ્દાખની એલએસી પર ચીન સાથે ચાલી રહેલી તંગદિલી મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે લોકસભામાં કહ્યું કે, ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકો ખડક્યા છે અને ભારતની ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડી છે. જોકે, ભારત તરફથી પણ જવાબી તૈનાતી કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, સરહદની સ્થિતિ વિશે તેઓ આનાથી વિશેષ બોલી શકતા નથી. તેમણે કહ્યું કે, ચીને ૧૯૯૩ અને ૧૯૯૬માં થયેલા દ્વીપક્ષીય કરારોનો ભંગ કર્યો છે. ભારત શાંતિપૂર્ણ ઉકેલ માટે કટિબદ્ધ છે પરંતુ પાડોશી દેશ દ્વારા યથાસ્થિતિ બદલવાનો કોઇપણ પ્રયાસ કરાશે તો તે અસ્વીકાર્ય હશે. અમે ચીનને પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે, બંને તરફે રાજદ્વારી અને સૈન્ય સ્તરે ચર્ચા થઇ શકે છે પરંતુ ચીન દ્વારા સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરાયો છે. તેમણે તબક્કાવાર કહ્યું કે, આ કૃત્ય અસ્વીકાર્ય છે. બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે ચર્ચા કરવાની માગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. રાજનાથ સિંહે એવું પણ કહ્યું કે, ૧૫મી જૂનના રોજ ગલવાન વેલીમાં પીએલએ સાથેની અથડામણ દરમિયાન ભારતીય સેનાએ પણ ચીનના સૈનિકોનું ભારે નુકસાન કર્યું છે. તેમણે કહ્યું કે, એપ્રિલ માસથી જ ચીન તરફથી પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં ચીને મોટાપાયે સૈનિકો ખડકી રાખ્યા છે તથા શસ્ત્ર સરંજામ ગોઠવી દીધા છે અને વારંવાર ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવે છે.
રાજનાથે કહ્યું કે, હું પણ લદ્દાખ ગયો અને મારા એકમ સાથે સમય વિતાવ્યો. હું તમને કહેવા માંગુ છું કે મે તેમની બહાદુરી અને પરાક્રમને અનુભવ્યું પણ છે. તમે જાણો છો કે કર્નલ સંતોષે માતૃભૂમિની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. લોકસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ દેશને ન્છઝ્રની સ્થિતિ અંગે જાણકારી આપી રહ્યાં છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન સાથે તણાવ અંગે લોકસભામાં નિવેદન આપી રહ્યાં છે.
ચીનની કોઈ પણ હરકત સરકારને મંજૂર નથી. જવાનોએ જ્યાં સંયમની જરૂર હતી ત્યાં સંયમ જાળવ્યો છે અને બહાદુરી બતાવવા સમયે દેખાડી પણ દીધું છે કે ભારતના જવાનો એ વીરતા અને પરાક્રમના પ્રતિક છે.શાંતિપૂર્ણ વાતચીતથી સમગ્ર મામલો ઉકેલાશે. ચીનને પણ ભારતના જવાનોએ સારી એવી ક્ષતિ પૂરી પાડી છે. આપણા સૈનિકોએ બલિદાન આપ્યું છે. ભારત અને ચીને પણ સંયુક્ત રીતે માન્યું છે સરહદનો પ્રશ્ન વીકટ છે. રાજનાથ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદાખ પ્રવાસ કરી આપણા જવાનો સાથે મુલાકાત કરી. તેમણે તે સંદેશ પણ આપ્યો હતો કે તેઓ આપણા વીર જવાનો સાથે છે. મે પણ લદાખ જઇને પોતાના યુનિટ સાથે સમય પસાર કર્યો હતો. હું તે જણાવવા માગુ છું કે તેમના સાહસ, શૌર્ય અને પરાક્રમને અનુભવ્યા હતા. તમે જાણો છો કે કર્નલ સંતોષે માતૃભૂમિની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ. સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે ચીન માને છે કે પરંપરાગત લાઇન અંગે બંને દેશો જુદું જુદું અર્થઘટન કરે છે. બંને દેશો ૧૯૫૦-૬૦ના દાયકામાં આ વિશે વાત કરી રહ્યા હતા પરંતુ કોઈ સમાધાન મળ્યું નથી. ચીને ઘણા સમય પહેલા લદ્દાખની કેટલીક જમીન પર કબજો કર્યો હતો, આ ઉપરાંત પાકિસ્તાને પણ પીઓકેની કેટલીક જમીન ચીનને સોંપી હતી. આ એક મોટો મુદ્દો છે અને તેનું સમાધાન શાંતિપૂર્ણ અને વાટાઘાટોવાળું હોવું જોઈએ. સરહદ પર શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે. શાંતિ જાળવવા બંને દેશો વચ્ચે સમજૂતીઓ થઈ છે. રાજનાથસિંહે કહ્યું કે ૧૯૮૮ થી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસ થયો. ભારતનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધો પણ વિકસી શકે છે અને સરહદ પણ સમાધાન થઈ શકે છે. તે દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર કરી શકે છે. રાજનાથસિંહે કહ્યું કે કરારમાં એવું કહેવામાં આવ્યું છે કે સીમાનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી એલએસીનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં. ૧૯૯૦ થી ૨૦૦૩ સુધી બંને દેશો વચ્ચે સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે પછી ચીન આ દિશામાં આગળ વધ્યું નથી. એપ્રિલ મહિનાથી લદાખની સરહદ પર ચીની સૈનિકો અને શસ્ત્રોમાં વધારો થયો હતો. ચીની સેનાએ અમારી પેટ્રોલિંગમાં અવરોધ ઉભો કર્યો, જેના કારણે આ સ્થિતિ પેદા થઈ છે. અમારા સૈનિકોએ જ્યાં બહાદુરીની જરૂર હોય ત્યાં બહાદુરી બતાવી અને શાંતિની જરૂર હોય ત્યાં શાંતિ રાખી છે. રાજનાથસિંહે કહ્યું કે સરહદી વિસ્તારોમાં સૈનિકો વધુ સજાગ રહે છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરી શકે છે. ભારત આપણા સરહદી વિસ્તારોમાં વિવાદોને શાંતિપૂર્ણ રીતે હલ કરવા પ્રતિબદ્ધ છે. રાજનાથના નિવેદન બાદ કોંગ્રેસે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવાની માગ કરી હતી પરંતુ સ્પીકર ઓમ બિરલાએ તેમની માગ ફગાવી દીધી હતી ત્યારે નારાજ કોંગ્રેસના સભ્યોએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.