Gujarat

ચુડાના કંથારિયા ગામે ૧ર જેટલા ઘરોમાં ચોરી કરનાર આરોપીની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૬
ચુડા તાલુકાના કંથારીયા ગામેં તા.૧૫.૦૩.૨૦૧૮ની રાત્રીમાં આશરે ૧૦થી૧૨ ઘરમાં થયેલ ૩૦ તોલા સોનુ તથા લાખોની રોકડ રકમની ઘરફોડ ચોરીના ગુનામાં એક આરોપી વનરાજભાઈ જાદવભાઈ રંગપરા કોળી (ઉ.વ.૨૨) રહે. કસવાળી તા. સાયલાને ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, રાજુભાઇ, શિવરાજસિંહ, પ્રવીણભાઈ, સહિતની ટીમ દ્વારા આ ઘરફોડ ચોરીમાં ધરપકડ કરી, ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ, ચુડા કોર્ટ દ્વારા દિન ૧૦ના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, મહેશભાઈ, રાજુભાઇ, શિવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપી વનરાજ જાદવભાઈ કોળીએ ગુન્હાની કબુલાત કરી, તેની પાસેથી પકડાયેલ હીરો હોન્ડા મોટર સાયકલ ચોરીનું હોવાની કબુલાત કરવામાં આવેલ હતી. ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા રિમાન્ડ ઉપરના આરોપીની પૂછપરછ તથા આ ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિકારીઓ તથા ચુનંદા સ્ટાફની અલગ અલગ ટીમને કામે લગાડવામાં આવેલ હતી. આરોપી વનરાજ જાદવભાઈ કોળીની વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી દ્વારા બોટાદ, અમરેલી, વીંછીયા, જસદણ પંથકમાં વધુ આઠ થી દસ ઘરફોડ ચોરી અને ચોરીઓને અંજામ આપ્યાની પણ કબુલાત કરવામાં આવેલ છે. પકડાયેલ રિમાન્ડ ઉપરના આરોપી વનરાજભાઇ જાદવભાઇ રંગપરા જાતે.ત.કોળી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.કસવાડી તા.સાયલા જી.સુરેન્દ્રનગરની જુદી જુદી ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, નીચે મુજબના ચોરીના ગુન્હાઓની કબુલાત કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.