Gujarat

છાપરા પાટિયા પાસે જેસીબીએ બાઈકને અડફેટે લીધી અંકલેશ્વરના બે આશાસ્પદ યુવકના અકસ્માતમાં કરૂણ મોત

 

(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૪
અંકલેશ્વર ભરૂચ વચ્ચેના હાઇવે પર છાપરા પાટિયા નજીક જેસીબી મશીન અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અંકલેશ્વરના બાઇક ચાલક બે મિત્રોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા જયારે જેસીબી મશીન ચાલક અકસ્માત સર્જી જેસીબી મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરમાં રહેતો ભાવિન લાલજી પરમાર તેની બાઈક ઉપર કૈલાસ નગરમાં રહેતા મિત્ર સુનિલ વસાવા સાથે તા.૨૩ મીની રાત્રે ભરૂચ જવા નીકળ્યા હતા બન્ને મિત્રો અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન છાપરા પાટિયા નજીક જેસીબી મશીન ના ચાલકે કાબુ ગુમાવતા બાઇકને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૯ વર્ષીય ભાવિન પરમાર અને સુનિલ ઓમપ્રકાશ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ બંન્ને મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જયારે જેસીબી મશીનનો ચાલક અકસ્માત સર્જી જેસીબી મૂકી ફરાર થઇ ગયો હતો આ અકસ્માતની જાણ શહેર પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવી બન્ને મિત્રોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જેસીબી મશીનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.