Gujarat

છાપી નજીક જીપડાલુ ઊભુ રખાવી ખેડૂતને છરો બતાવી ૬ લાખની લૂંટ

(સંવાદદાતા દ્વારા) છાપી, તા.ર૬
વડગામ તાલુકાના છાપી નજીક આવેલા ધારેવાડા હાઇવે ઉપર ઊંઝા તરફથી આવતા એક જીપડાલાને પાંચ બુકાનીધારી લૂંટારૂઓએ આંતરી ઊભું રખાવી જીપડાલામાં બેઠેલ ખેડૂત તેમજ ચાલકને છરો બતાવી તેમની પાસે રહેલ રૂા.૬ લાખ લૂંટી ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ થરાદ તાલુકાના રાંમપુરા ગામના ખેડૂત નવીનભાઈ નાગજીભાઈ ચૌધરી બે જીપડાલામાં પોતાનું તેમજ અન્ય ખેડૂતનું ૮૦ બોરી જીરૂં ભરી ઊંઝા માર્કેટમાં આવેલ પિનલકુમાર મણિલાલ પટેલની પેઢીમાં વેચવા ગયા હતા. જ્યાં જીરૂં વેચી ઉચ્ચક રૂા.૬ લાખ લઈ શુક્રવાર સવારે સરતાનજી ઠાકરજી ઠાકોરના જીપડાલામાં પરત આવી રહ્યા હતા તે દરમિયાન છાપી નજીક ધારેવાડા હાઇવે ઉપર પાંચ બુકાનીધારી રોડ વચ્ચે આવી જીપડાલાને આંતરી ઊભુ રખાવી જીપને ઘેરી વળી હાથમાં રહેલ છરો બતાવી બંનેને મારમારી નવીનભાઈ ચૌધરીનું ખીસુ ફાડી ખિસ્સા રહેલ રોકડ રૂા.૨ લાખ તેમજ ડ્રાઈવરની સીટ પાછળ પડેલ ચાર લાખ કુલ રૂા.૬ લાખ અને ત્રણ મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા હતા. આ બાબતે લૂંટનો ભોગ બનેલ ખેડૂતે છાપી પોલીસ મથકે પાંચ બુકાનીધારી લૂંટારૂં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીએસઆઇ મોહનિયાં ઘટનાસ્થળે પહોંચી લૂંટનું પગેરૂં મેળવવા ચક્રોગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી છાપી હાઇવે વિસ્તારમાં લૂંટ તેમજ ચોરીના બનાવોમાં વધારો થવા સાથે અસામાજિક તત્ત્વોનો પણ રંજાડ વધવા પામ્યો છે. છાપી હાઇવે વિસ્તારમાં લૂંટ અને ચોરીના ગુનાઓ સવારે પાંચ વાગ્યા આસપાસ બનતા હોવાનું જાણવા મળે છે જેથી પોલીસ પેટ્રોલિંગનો સમય વધારવા માંગ ઉઠવા પામી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.