Ahmedabad

છેલ્લા ત્રણ દિવસમાં જુદા-જુદા સ્થળેથી ત્રણ દિપડા પકડાતા લોકોમાં દહેશત

અમદાવાદ,તા.૧૩
બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનો શિકાર કરી આંતક મચાવનાર સાત વર્ષના માનવભક્ષી દીપડાને તંત્રના શાર્પશૂટરો દ્વારા ઠાર મરાયા બાદ આ દીપડાનું જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. બીજીબાજુ, માનવભક્ષી દિપડાની દહેશત બાદ હવે ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દિપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે દિપડાને જામવાળા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડ્‌યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દિપડા પાંજરે પૂરાયા છે. જ્યારે ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. રાત્રે ૩ -૦૦ વાગ્યા આસપાસ ૧૦૮ની ટીમે ઘરમાં ઘૂસતા જોયો હતો. ઉનાના પોશ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઇ છે. ૧૦૮ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પરંતુ દીપડો લોકોને જોઇને ભાગી ગયો હતો. બગસરા પંથકમાં જે દિપડાએ પાંચ લોકોને મારી નાખ્યા, અનેક લોકો પર હુમલો કર્યો, પશુઓનું મારણ કર્યુ તે આદમખોર દીપડાને બુધવારે સાંજે વન વિભાગના શાર્પ શુટરોએ બે ગોળી ધરબી દઇ ઠાર કર્યા બાદ રાત્રે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ હતી. જ્યાં ગુરુવારે ત્રણ ડોક્ટરની પેનલથી તેનુ પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ અગ્નિદાહ અપાયો હતો. જો કે, બગસરા, વિસાવદર, ધારીના સીમાડે દિપડાની સંખ્યા વધુ હોઇ વન વિભાગે દિપડાને પકડવા માટે ઓપરેશન યથાવત રખાયું છે. શાર્પ શુટરોની ટીમ જુદા જુદા સ્થળે ગોઠવાયેલી રહેવાના બદલે જ્યાં પણ દિપડાનું લોકેશન મળશે ત્યાં દોડી જશે. વિસાવદરના ઘોડાસણમાં ગત બુધવારે એક તુવેરના ખેતરમાં દિપડાના સગડ જોવા મળ્યા હતા. વનવિભાગે તેને પકડવા માટે ખેતર ફરતે ઘેરો નાંખ્યો હતો. જો કે, દીપડો રાત્રે જ વનવિભાગને હાથ તાળી આપી કર્મીઓની નજર સામેથી જ છટકી ગયો હતો. ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દિપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે દિપડાને જામવાળા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડ્‌યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દિપડા પાંજરે પૂરાયા છે. જ્યારે ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. આમ, અમરેલી અને તેની આસપાસના પંથકોમાં દિપડાઓના આંટાફેરા ગ્રામ્ય પંથકોમાં વધતી જતાં દિપડાનો મામલો હાલ ગરમાયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Ahmedabad

    લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરન…
    Read more
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.