National

જજ લોયા મામલે અત્યંત ખોટો નિર્ણય સુપ્રીમ કોર્ટ માટે કાળો દિવસ : પ્રશાંત ભૂષણ

સુપ્રીમ કોર્ટે વિશેષ સીબીઆઇ જજ બ્રજગોપાલ હરકિશન લોયાના મૃત્યુની સ્વતંત્ર તપાસ કરાવવાની માગ કરતી અરજીઓ ફગાવી દીધી છે ત્યારે આ મામલે વકીલ પ્રશાંત ભૂષણે નિવેદન આપ્યું છે. જે નિવેદનો જજોએ મહારાષ્ટ્રના એક પોલીસ અધિકારીને આપ્યા હતા તેમણે કહ્યું હતું કે, તેમણે એમ કહ્યું હતું કે, જજ લોયા તેમની સાથે રાતે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ત્યારબાદ તેમને છાતીમાં દુઃખાવો થતા તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પછી બીજી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેનમું નિધન થયું હતું. તેથી આ ચાર જજોના નિવેદનો પ્રમાણે કોઇ શંકા કરવાની જરૂર નથી. આ આધારે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની માગ ફગાવી દીધી છે. એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, એવા ચાર જજો જેમનું કોઇ એફિડેવિટ પર નિવેદન સુપ્રીમ કોર્ટ સમક્ષ નથી આવ્યું અને એ પોલીસ અધિકારીનું પણ કોઇ એફિડિવિટ પર નિવેદન નથી  આવ્યું જેના કારણે કોઇ પાક્કું ન કહી શકે કે આ જજોએ નિવેદન આપ્યું છે કે નહીં. જો આ જજોના નિવેદનો માની લેવામાં પણ આવે તો જસ્ટિસ કૌલે જજ લોયાની ઇસીજી હિસ્ટ્રો પેથોલોજી રિપોર્ટના આધારે એમ કહ્યું હતું કે, તેમાં સહેજ પણ કોઇ પુરાવા નથી કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. હાર્ટ એટેકનો કોઇ પુરાવો ઇસીજીમાં નથી જે ઇસીજી અંગે થોડી શંકા હતી પરંતુ બાદમાં સરકારે કહ્યું હતું કે, એ હોસ્પિટલમાં તેમનું આ જ ઇસીજી લેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ઇસીજીમાં તેમને હાર્ટ એટેક આવ્યાનો કોઇ પુરાવો નથી તેમ છતાં આ જજોના નિવેદનના આધારે કે જે એફિડેવિટ પર પણ નથી આવ્યા તેના આધારે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની માગ ફગાવી દીધી છે જ્યારે આટલી બધી શંકાઓ ઉપજી આવી છે. પ્રશાંત ભૂષણે વધુમાં જણાવ્યું કે, તેમના પરિવારે કબૂલાત કરી હતી કે, જજ લોયાને અહીના ચીફ જસ્ટિસે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર પણ કોઇ તપાસ કરાવવામાં નથી આવી. તેમના પરિવારે કહ્યું હતું કે, તેમના કપડાં પર લોહીના નિશાન હતા પણ તેની કોઇ તપાસ કરાવી નથી. આ સવાલ પણ ઉઠ્યો હતો કે, ત્રણ જજો, બે પથારીના એક ઓરડામાં રાત કેવી રીતે વીતાવી અને કેમ ઉંઘી ગયા જ્યારે ગેસ્ટ હાઉસમાં અન્ય ઘણા ઓરડા ખાલી હતા. આ જે વાર્તા ઘડાઇ છે કે ત્રણ જજો એક જ ઓરડામાં ઉંઘી રહ્યા હતા તેની પણ તપાસ થવી જોઇએ પણ સુપ્રીમ કોર્ટે આ આધારે એમ કહી દીધું કે, જે સવાલ મેં પુછ્યો હતો કે, શું એ યોગ્ય ગણાશે કે, જે જજો આ કેસની સુનાવણી કરી રહ્યા છો તે મહારાષ્ટ્રના જજોને જાણે છે કેમ કે બે જજો મહારાષ્ટ્રના હતા અને તમે પોતાના નોલેજના આધારે આ કેસને નક્કી કરી દો કે તમે એ જજોને જાણો છો જ્યારે તેમનું નિવેદન એફિડેવિટ પર પણ નથી આવ્યું. પણ તેમ છતાં એ આધારે કહી દીધું કે, નહીં આ તો ખોટી વાત છે એ કહેવું કે, અમારે આ અંગેની સુનાવણી કરવી જોઇએ. મારા મતે આ ખોટો નિર્ણય આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ અંગે મારા માટે  આ કાળો દિવસ છે. કેમ કે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ થાય કેમ કે, આટલી બધી શંકાઓ છે તો કેમ તેની સ્વતંત્ર તપાસ ન કરાવીએ તેના બદલે જજ લોયાના મોત પર પદડો નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  NationalPolitics

  કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

  કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.