(એજન્સી) તા.ર૩
જમ્મુ-કાશ્મીરના અનંગનાગમાં શુક્રવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા જનાર છ આતંકવાદીઓ પૈકી એક આતંકવાદી જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાનો આરોપી હતો. આ આતંકવાદીની ઓળખાણ આઝાદ અહમદ મલિક ઉર્ફે આઝાદ દાદા તરીકે થઈ છે. આઝાદ પ્રતિબંધિત સંગઠન લશ્કરે તોયબાને સભ્ય હતો. તે અનંતનાગ જિલ્લાના અરવાની ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે અનંતનાગ જિલ્લાના સેકિપોશ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં આઝાદ માર્યો ગયો હતોે. ઉલ્લેખનીય છે કે, રાઈઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની ૧૪ જૂનના રોજ શ્રીનગર ખાતે આવેલી તેમની ઓફિસની બહાર ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલામાં તેમના બે અંગરક્ષકો પણ માર્યા ગયા હતા. આ સનસનીખેજ હત્યાકાંડ પછી પોલીસે ત્રણ હુમલાઓની સીસીટીવી ફૂટેજ જાહેર કરી હતી. ત્યારબાદ રાજ્ય પોલીસે ચાર લોકોના નામ અને ફોટો રિલીઝ કર્યા હતા. મલિક, મુઝફ્ફર અહેમદ, નવીદ જટ અને સજ્જાદ ગુલને કરવામાં આવ્યા હતા.