(એજન્સી) તા.૨૬
ભારતના કેગના એક રિપોર્ટમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરમાં સરકારના કેટલાક બિન પારદર્શક ખર્ચાને લીધે તેના એકાઉન્ટ્સની યોગ્ય માહિતી નથી મળી રહી. કેગએ કહ્યું કે તેણે ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચાની હેરફેરને પકડી પાડી છે. જમ્મુ-કાશ્મીરના નાણાકીય સંચાલયનની તપાસ બાદ સંસદ સમક્ષ રજૂ કરાયેલો કેગનો રિપોર્ટ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮નો છે. જ્યારે રાજ્યમાં ભાજપ-પીડીપીની સરકાર સત્તામાં હતી. ઉલ્લેખનીય છે કે નાણાકીય રિપોર્ટિંગમાં એક જોગવાઈ માનઇર હેડ ૮૦૦ અન્ય ખર્ચ અને માઈનર હેડ ૮૦૦ અન્ય પહોંચનું હોય છે. તે હેઠળ જે ખર્ચ થાય છે તેને ન તો ટ્રેસ કરી શકાય છે, ન તો એ જાણી શકાય કે ખર્ચની પહોંચ ક્યાંથી આવી રહી છે. તત્કાલીન સીએજી આશીષ મહર્ષિએ રિપોર્ટમાં કહ્યું કે માઈનર હેડ ૮૦૦ હેઠળ બજેટ અને એકાઉન્ટિંગ સંભાળવાથી પહોંચની ઓળખ, ખર્ચા અને મહેસૂલી આવકની ઓળખ મુશ્કેલ થઈ જાય છે. જેનાથી એકાઉન્ટ્સ પારદર્શક રહી જતા નથી. ૨૦૧૭-૧૮માં રાજ્ય સરકાર ખર્ચા માટે કેન્દ્રની મદદ પર નિર્ભર હતું. આ નિર્ભરતા એટલી વધારે હતી કે જમ્મુ-કાશ્મીર સરકારની કુલ મહેસૂલી આવકના ૪૭ ટકા કેન્દ્રની ગ્રાન્ટથી આવતા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬-૧૭ના ૨૦ હજાર ૫૯૮ કરોડથી ૨૦૧૭-૧૮માં આ ગ્રાન્ટને વધારી ૨૨ હજાર ૭૦૨ કરોડ કરી દેવાઈ. એટલે કે ગ્રાન્ટમાં કુલ ૨૧૦૪ કરોડ રૂપિયાનો વધારો કરાયો. સીએજીની સમીક્ષામાં કહેવાયું કે રાજ્યના ૨૦૧૬-૧૭ના ૪૮ હજાર ૧૭૪ કરોડ રૂપિયાના ખર્ચની તુલનાએ ૨૦૧૭-૧૮માં તે વધીને ૫૧ હજાર ૨૯૪ કરોડ થઈ ગયો. એટલે કે ૨૦૧૭-૧૮માં રાજ્યના ખુદના ૧૩ હજાર ૮૯૮ કરોડના સંસાધનો પણ તેના ખર્ચાને પૂર્ણ કરવા પૂરતાં નહોતા.