National

જયલલિતાના ૭૦મા જન્મદિન દરમિયાન પીએમ મોદી ચેન્નાઇમાં, અમ્મા ટુ-વ્હીલર યોજના બહાર પાડી મહિલા સશક્તિકરણનું આહ્‌વાન કર્યું

(એજન્સી) ચેન્નાઇ, તા. ૨૪
વડાપ્રધાન મોદીએ શનિવારે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના ૭૦મા જન્મદિવસ પ્રસંગે કામ કરતી મહિલાઓ માટે સબસિડીવાળી સ્કૂટીની યોજના બહાર પાડી હતી. આ યોજના અંતર્ગત કામકાજ કરતી મહિલાઓને ટુ-વ્હીલર ખરીદવા માટે ૫૦ ટકા સબસિડી આપશે જે જયલલિતાની યોજનામાં સામેલ હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના સ્વપ્ન સમાન યોજનાને લોન્ચ કરતા સમયે તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. પરિવારમાં મહિલા સશક્તિકરણ અંગે બોલતા તેમણે કહ્યું કે, સમગ્ર ઘરવખરીનો વિકાસ કરવાની નેતાગીરી મહિલાઓ કરે છે. જ્યારે આપણે મહિલાના શિક્ષણમાં મદદ કરીશું તો તે નક્કી છે કે, સમગ્ર પરિવારને શિક્ષણ મળશે. જ્યારે આપણે તેને સારી સ્વાસ્થ્ય સુવિધા આપીશું તો સમગ્ર પરિવારને સ્વસ્થ રાખવામાં આપણે મદદ કરીશું. જ્યારે આપણે તેમનું ભવિષ્ય સુરક્ષિત રાખીશુંતો આખા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત થશે.
મહિલાઓને આગળ લાવવા માટે સરકારની યોજનાઓની વિગતો આપતા તેમણે કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારે ફેક્ટરી કાયદામાં ફેરફાર કર્યા છે અને રાજ્યોને જણાવ્યુ છે કે, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ આપે. તેમણે આ દરમિયાન મહિલાઓના માતૃત્વ રજાને ૧૨થી વધારી ૨૬ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત પીએમ આવાસ યોજનામાં મહિલાના નામે ઘર નોંધાશે. તમિલનાડુના બે દિવસના પ્રવાસે પહોંચેલા પીએમને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, રાજ્યના મુખ્યમંત્રી ઇ પલાનીસામી, નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ અને અન્યોએ ચેન્નાઇ એરપોર્ટ પર આવકાર્યા હતા. જયલલિતાના ૭૦મા જન્મદિવસે મોદીએ ચેન્નાઇમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કલાઇવનાર અરંગમ ઓડિટોરિયમના દરવાજા પાસે રોપા વાવ્યા હતા. આ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે, એનડીએ સરકાર હેઠળ તમિલનાડુને કેન્દ્ર સરકાર તરફથી ૧૪મા નાણા પંચ હેઠળ ૧,૮૦,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તમિલનાડુને ગ્રામ્ય આવાસ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. તમિલનાડુના મત્સ્ય ઉદ્યોગને વિકસિત કરવા માટે કેન્દ્રની સરકાર કામ કરી રહી છે. જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે તમિલનાડુને ૧૩મા નાણા પંચ હેઠળ ફક્ત ૮૧૦૦૦ કરોડ ફાળવાયા હતા. એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ ૧૪મા નાણા પંચ હેઠળ તમિલનાડુને ૧,૮૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.