National

જરૂરી ખરડાઓને પસાર કર્યા બાદ અમેરિકી સરકારના શટડાઉનનો અંત

(એજન્સી) નવીદિલ્હી, તા. ૯
અમેરિકી સંસદમાં મધ્યરાત્રી સુધી બજેટ પસાર કરવામાં કોંગ્રેસ અસમર્થ રહ્યા બાદ કામકાજ બંધ થવાની સ્થિતિ વચ્ચે જરૂરી ખર્ચના ખરડાને શુક્રવારે સવારે પસાર કરી દેવાયા હતા. સેનેટમાં ખરડાને ૨૮ સામે ૭૧ મતોથી પસાર કરવામાં આવ્યો હતો. તેને હવે નીચલા સદનમાં એટલે કે પ્રતિનિધિ સભામાં મોકલવામાં આવશે જ્યાં તેને પસાર કરવામાં આવે તેની પુરેપુરી શક્યતા છે.
આ પહેલા અમેરિકી કોંગ્રેસના સમય પર એક બજેટ જોગવાઈ પસાર ન થવાના કારણે અમેરિકામાં ફરીવાર શટડાઉનની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અમેરિકાના સાંસદોને આશા હતી કે, આ નવા બિલને અડધી રાતમાં ફેડરલ ફંડિંગ પૂર્ણ થતાં પહેલા પસાર કરી લેવામાં આવશે. રિપબ્લિકન સેનેટર રેન્ડ પોલે કહ્યું હતું કે, ખર્ચની મર્યાદાને જાળવી રાખવા સાથે સંબંધિત સુધારા પર ચેમ્બરમાં ચર્ચાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ અમેરિકામાં ત્રણ દિવસ સુધી શટડાઉનની સ્થિતિ રહી હતી. અમેરિકામાં એન્ટી ડેફિશિએન્સી એક્ટ લાગૂ છે જે હેઠળ અમેરિકામાં પૈસાની કમી હોવાની સ્થિતિમાં બંધારણીય સંસ્થાઓને પોતાની કામગીરીને રોકી દેવાની જરૂર પડે છે. એટલે કે કર્મચારીઓને રજા ઉપર મોકલી દેવામાં આવે છે. આ ગાળા દરમિયાન તેમને પગારની ચુકવણી પણ કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં સરકાર વિશેષ બજેટ રજૂ કરે છે જેને પ્રતિનિધિ સભામાં તથા સેનેટમાં પાસ કરવાની જરૂર હોય છે. હાલની સ્થિતિને જોતા અંદાજ છે કે, આઠ લાખથી વધુ કર્મચારી ગેરહાજર રહેશે. માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે. આ પહેલા ૨૦મી જાન્યુઆરીના દિવસે સરકારી ખર્ચને લઇને લાવવામાં આવેલા મહત્વપૂર્ણ આર્થિક બિલને લઇને અમેરિકન પાર્લામેન્ટરીને મંજુરી મળી ગઈ હતી જેના કારણે સરકારને શટડાઉનની જાહેરાત કરવાની ફરજ પડી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.