જામનગર, તા.રર
છેલ્લા બે દિવસમાં વાતારવણમાં ભેજનું પ્રમાણ વધતા જામનગરમાં સ્વાનઈફ્લૂના કેસ પણ વધવા પામ્યા છે. આજની સ્થિતિએ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી એકની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.
શિયાળાની ઠંડીના સહારે વધુ પ્રસરતા સ્વાઈનફ્લૂના રોગચાળામાં ગરમી શરૂ થતા જ રાહત જોવા મળી હતી. નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો અને દાખલ દર્દીઓ પણ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું અને રાત્રિના સમયે પવન સાથે ઠંડકનું અહેસાસ અનુભવાયો હતો. પરિણામે સ્વાઈનફ્લૂના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. પરમ દિવસે નવ દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમાં ગઈકાલે બેનો વધારો થતા દસ-અગિયાર દર્દીઓ આઈશોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તેમાંથી એક દર્દીની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.