Gujarat

જામનગરની મેડિકલ કોલેજના હોસ્ટેલમાં બેશુદ્ધ હાલતમાં મળેલ વિદ્યાર્થીનું મોત

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૪
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજની પીજી હોસ્ટેલમાં રહી એનેસ્થેસીયા વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા તામિનાડુના એક વિદ્યાર્થી ગઈકાલે પલંગ પરથી પડી ગયેલી હાલતમાં સાંપડ્યા પછી મોતને શરણ થયા છે. જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી જી.જી.હોસ્પિટલ પાછળના એમ.પી.શાહ મેડિકલ કોલેજના કેમ્પસ સ્થિત પીજી હોસ્ટેલના રૂમ નં. ૧૧૦૩મા રહેતા મૂળ તામિલનાડુ રાજ્યના કરીયાપટ્ટી ગામના વતની તેમજ મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દિનેશકુમાર રઘુનાથકુમાર (ઉ.વ.૨૮) નામના તબીબી વિદ્યાર્થી ગઈકાલે સાંજે સાતેક વાગ્યે તેમના રૂમમાં પલંગ પરથી નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળતા તેમના રૂમ પાટનર સહિતના સાથી વિદ્યાર્થીઓએ દિનેશકુમારને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ દિનેશકુમારની તાકીદે સારવાર આરંભી હતી તેમ છતાં આ વિદ્યાર્થીને બચાવી શકાયા ન હતા. ઉપરોક્ત બનાવની જાણ થતા જી.જી.હોસ્પિટલના સુપ્રિ.ડો નંદીની દેસાઈ તેમજ અન્ય તબીબો પણ દોડી આવ્યા હતા. નવી હોસ્ટેલમાં આ વિદ્યાર્થી બેશુદ્ધ હાલતમાં મળ્યા હોવાના અહેવાલ પ્રસરી જતા તેમના સાથી વિદ્યાર્થીઓ પણ ધસી આવ્યા હતા. પોલીસને પણ વાકેફ કરવામાં આવ્યા હતા. સીટી-બી ડીવીઝનના ઈન્વે. પીએસઆઈ એ.કે.પટેલે તે જ હોસ્ટેલના બ્લોક નં. ૬મા રહી તબીબી અભ્યાસ કરતા ફેનીલકુમાર સુરેશભાઈ નેહાણીનું નિવેદન નોંધ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.