Gujarat

જામનગરમાં ડેન્ગ્યુએ સી.એ.ની વિદ્યાર્થિનીનો ભોગ લીધો, કુલ મૃત્યુઆંક બે

જામનગર, તા.૧૯
જામનગરમાં વકરતા રોગચાળામાં એક રર વર્ષિય યુવતીનો ભોગ લેવાયો છે. અઠવાડિયામાં જ જામનગરની બીજી વ્યક્તિનો ડેન્ગ્યુમાં ભોગ લેવાયો છે. આમ હવે, જામનગરમાં રોગચાળો જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને તંત્ર હજુ તાબોટા પાડી રહ્યું છે.
જામનગરમાં ધન્વન્તરી મેદાન સામેના વિસ્તારમાં રહેતી ધારા હિમાંશુભાઈ ત્રિવેદી નામની રર વર્ષિય યુવતીને તાવ આવતો હોવાથી પ્રથમ જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એક અઠવાડિયામાં જ ડેન્ગ્યુના રોગમાં બે દર્દીઓનો ભોગ લેવાયો છે. આ યુવતી સીએનો અભ્યાસ કરતી હતી અને આગામી દિવસોમાં વધુ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાની હતી.
જામનગરમાં સતત વધતો જતો રોગચાળો ચિંતાજનક બન્યો છે, પરંતુ હજુ પણ તંત્ર ઘોર નિદ્રામાં છે.
બીજી તરફ ગઈકાલે જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધુ ૧૮ દર્દીઓને ડેન્ગ્યુ લાગુ પડ્યો હોવાનો રિપોર્ટ મળ્યો હતો. જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સઘન સારવાર કરવામાં આવી રહી છે.
છેલ્લા પાંચ દિવસમાં જામનગરમાં ૯૬ દર્દીઓને ડેન્ગ્યુ લાગુ પડ્યો છે અને દરરોજ આ રોગના દર્દીઓની સંખ્યા વધતી જાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.