Gujarat

જામનગરમાં પત્રકારના ઘરમાં ઘૂસી અને બુટલેગર ધાકધમકી આપી ફરાર

જામનગર, તા.૧૧
જામનગરમાં વીટીવી ન્યુઝ ચેનલમાં ફરજ બજાવતા પત્રકાર નથુ રામડા ગતરાત્રીના પોતાના ઘરે હતા. ત્યારે નજીકમાં જ રહેતો અને અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાઈ ચૂકેલો લખન ચાવડા નથુ રામડાના ઘરમાં બળજબરીથી ઘૂસી ચૂક્યો હતો અને નથુએ આ પૂર્વે પોલીસમાં લખન વિરૂદ્ધ કરેલ અરજીનો ખાર રાખી અને નથુ તેમજ તેના પરિવારને ધાકધમકી ફરાર થઇ ચૂક્યો હતો.
જે બાદ જામનગર પ્રેસ ક્લબ સહિતના પત્રકારો આજે આ મામલે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ પાસે રજૂઆત અર્થે દોડી ગયા હતા અને આ મામલે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરતાં એસ.પી.એ તમામ કાર્યવાહી યોગ્ય રીતે કરી અને પત્રકારોને ધાકધમકી આપનાર શખ્સ સામે કડક હાથે કામ લેવાની પણ તમામ હાજર પત્રકારોને ખાત્રી આપી હતી. લખન ચાવડા સામે નથુ રામડાએ સીટી ‘બી’ ડિવિઝનમા ફરિયાદ નોંધાવી છે. આમ જામનગરના પત્રકારને ઘરમાં ઘૂસી અને ધાકધમકી આપવાના ઘેરા પ્રત્યાઘાતો પત્રકાર જગતમાં પડ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.