Gujarat

જામનગરમાં બે વર્ષની પુત્રીને ગળેટૂંપો આપી માતાએ પણ ગળાફાંસો ખાધો

જામનગર, તા.૧૦
જામનગરના મોરકંડા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા એક મકરાણી પરિણીતાએ ગઈકાલે સાંજે પોતાની પોણા બે વર્ષની પુત્રીને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પરની સનસિટી-ર સોસાયટીમાં રહેતા શરીફભાઈ અબ્દુલરહીમ બ્લોચ નામના મકરાણી યુવાનની પત્ની રેશ્મા (ઉ.વ.રપ) ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે પોતાના ઘરે પોણા બે વર્ષની પુત્રી મહેર સાથે હતી ત્યારે આ મહિલાએ ઘરની દીવાલ પર સ્યુસાઈડ નોટ જેવું લખાણ લખી પોતાની પુત્રી મહેરને દુપટ્ટા વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા પછી પોતે પણ ઓરડામાં રહેલા પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની શરીફભાઈના ઘરથી થોડે જ દૂર રહેતા તેમના મોટાભાઈને જાણ થતા તેઓએ રિક્ષા લઈને વ્યવસાય કરવા ગયેલા શરીફભાઈને ઉપરોક્ત બનાવની જાણ કરી હતી ત્યારપછી પોલીસને તેની વિગતો આપવામાં આવતા ઈન્ચાર્જ પીઆઈ આર.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી. ગોહિલ સનસિટી-રમાં દોડી ગયા હતા.
સ્થળ પર પહોંચેલી પોલીસે પંખામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકી રહેલા રેશ્માબેનના મૃતદેહને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયો હતો, આ મહિલા સાથે બાળકી મહેરના મૃતદેહને પણ જી.જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તે દરમ્યાન પહોંચી ગયેલા શરીફભાઈ અને અન્ય પરિવારજનો પણ હોસ્પિટલ દોડયા હતા જ્યાં શરીફભાઈ પોતાની વ્હાલસોયી પુત્રી અને પત્નીનો મૃતદેહ જોઈ ભાંગી પડયા હતા. પોલીસે તેઓનું નિવેદન નોંધવાની તજવીજ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.