Ahmedabad

જિલ્લાઓમાં આરોગ્ય સેવા માટે નોડલ ઓફિસરોની નિમણૂક

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૮
રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી વચ્ચે રાજયનન નાગરિકોને કોવિડ સિવાયની અન્ય બીમારી સામે પણ સત્વરે સારવાર મળી રહે એ માટે વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત તેનું સતત મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. રાજયના તમામ જિલ્લાઓમાં આરોગ્ય સવલતો પુરી પાડવા માટે નોડલ ઓફિસરોની નિમણૂક કરીને તેમના દ્વારા નિયમિત ફિલ્ડ વિઝીટ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા રાજયકક્ષાએથી રોજ બરોજ મોનીટરિંગ પણ કરવામાં આવે છે. આ અંગેની વિગતો આપતા આરોગ્ય કમિશનર શિવહરેએ જણાવ્યું હતું કે, રાજયની જનરલ હોસ્પિટલો અને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ નાગરિકોને યોગ્ય સારવાર સત્વરે મળી રહે એ માટે પણ સતત મોનિટરીંગ અને ફોલોઅપ કરાય છે રાજયમાં મોતિયાના ઓપરેશન ક્ષેત્રે પણ સુંદર કામગીરી થઈ રહી છે. રાજયની ૯ જનરલ હોસ્પિટલ અને ચાર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં ૩૦,૦૯૧ મોતિયાના ઓપરેશનો કરાય છે.