સ્વચ્છતા, સાવચેતી અને સહયોગના ડૉ. ભરત ભગતે વખાણ કર્યા
અમદાવાદ, તા.ર૩
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી આમેના ખાતુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવતા મોટી સંખ્યામાં ડૉક્ટરો, સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વેક્સિન લઈ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ હોસ્પિટલમાં વેક્સિન લેનારા સિનિયર ડૉક્ટર ભરત ભગતે તેમનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, મેં આમેના ખાતુન હોસ્પિટલમાં વેક્સિન મૂકી છે. ખૂબ જ સરસ સુવિધા ઊભી કરવામાં આવી છે. વેક્સિન લેનારા લોકોનો જરાપણ સમય બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત સાવચેતી પણ મને ખૂબ પ્રભાવિત કરી ગઈ. રસી લીધા બાદ મને કોઈ તકલીફ જણાઈ નથી. આ રસી અંગે ડૉ. રાણા, ડૉ. દતાણી, ડૉ. નાયક વગેરેના માર્ગદર્શન હેઠળ આ સેન્ટરની કામગીરી તેમની સ્વચ્છતા, સાવચેતી અને સહયોગ પણ અભિનંદનને પાત્ર છે. અંતમાં તેમણે સૌને વિનંતી કરી છે કે, તમામ લોકોએ આ વેક્સિન મુકાવવી જોઈએ.