Ahmedabad

જુહાપુરાની પ્રાથમિક સમસ્યાઓનો નિકાલ ન આવે ત્યાં સુધી દર રવિવારે ઉપવાસ આંદોલન કરાશે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧ર
સરખેજ-જુહાપુરા વિસ્તારમાં નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એકશન ફોર જુહાપુરા ઈન્ફ્રાસ્ટ્રકચર મુવમેન્ટ (અજીમ) અને અમદાવાદ ટાસ્ક ફોર્સ (એટીએફ) દ્વારા ગત રોજ ફેરન્ટ સ્કૂલ ખાતે મળેલી મીટિંગમાં નાગરિકોના સહયોગથી ગાંધીમાર્ગે મક્કમ લડત આપવાનો દૃઢ નિર્ધાર કરાયો હતો. જે અંતર્ગત જયાં સુધી ગટર, રસ્તા પાણી અને ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓનો ઉકેલ નહી આવે ત્યાં સુધી જુહાપુરામાં દર રવિવારે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજકીય કાર્યકરો ,નાગરિક સંગઠનો અને અગ્રણી નાગરિકોએ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે, ભૂતકાળમાં તેમના દ્વારા પુરતી રજૂઆતો અને મહેનત કરવા છતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને બંધારણીય રીતે પ્રાપ્ત મૂળભૂત નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. આ દિશામાં સંઘર્ષ કરી આગળની રણનીતિ ઘડવા માટે ચિંતન કરવામાં આવ્યું હતું.
બેઠકની શરુઆતમાં અમદાવાદ ટાસ્ક ફોર્સના યુવા અગ્રણી નજિર પટેલે ‘અજિમ‘ તથા અમદાવાદ ટાસ્ક ફોર્સ સંસ્થાની રચનાનો હેતુ જણાવી તેમના તરફથી કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની રૂપરેખા આપી હતી અને આગામી રણનીતિ વિશેપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે વધુમાં જણાવેલ કે અમદાવાદ ટાસ્કફોર્સ દ્વારા ‘એટીએફ જલ’ વિતરણનું આયોજન કરેલ છે અને તેના દ્વારા મળતા નફાનો સમાજોપયોગી કાર્યો માટે ખર્ચ કરશે.
એક્શન ફોર જુહાપુરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂવમેન્ટ (અજિમ)ના ગ્રુપ હેડ મુસ્તુફા ખેડુવોરાએ જણાવ્યું હતું કે જુહાપુરામાં નાગરિકો માટે પાયાની મૂળભૂત સમસ્યાઓ જેવી કે ગટર, રસ્તા, પાણી તથા ટ્રાફિક ના ઉકેલ માટે આ સંસ્થા નાગરિકોના સહયોગથી ગાંધીમાર્ગે મક્કમ લડત તેમણે આજની બેઠકમાં નક્કી થયેલ રણનીતિ મુજબ આગળ વધવા સૌને અનુરોધ કરી જ્યાં સુધી આ હેતુ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી જુહાપુરામાં ચોક્કસ સ્થળે ઉપવાસ છાવણીના નિર્માણની જાહેરાત કરી હતી અને પ્રત્યેક રવિવારે ત્યાં બેસીને સ્થાનિક લોકોના સહકારથી સંઘર્ષ કરવા માટે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે વધુમાં જણાવેલ કે તેમને ૨૩મી જાન્યુઆરીએ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓને સ્ટ્રીટલાઇટ સંદર્ભમાં કરેલ રજૂઆત નો જવાબ હકારાત્મક મળેલ છે.
ઉદ્યોગપતિ શફી મનીઆરે નાગરિક સુવિધાના વિવિધ ક્ષેત્રો અનુભવાતી સમસ્યા વિશે તેમના અનુભવોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ખેડુવોરા ગાંધીનગરમાં રહેતા હોવા છતાં જુહાપુરાની ચિંતા કરવા આવ્યા છે અને તે માટે કામે લાગ્યા છે તે બદલ તેમને બિરદાવ્યા હતા અને ઉપસ્થિત સૌને તેમને સંપૂર્ણ સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ડૉ. મહેરુન્નિસા દેસાઇ પોતાનો સૂર વ્યકત કરતા જણાવેલ કે ‘અજિમ‘ સંસ્થાના માધ્યમથી ચાલી રહેલ ચળવળથી સ્થાનિક લોકોમાં એક નવી આશા અને ચેતનાનો સંચાર થયો છે અને આ સેવાના દીપકને સ્થાનિક લોકો દ્વારા સંપૂર્ણ સહકાર મળી રહેલ છે. આ દિશામાં ભૂતકાળમાં થયેલા પ્રયત્નો વિષે પણ માહિતી આપી હતી. પ્રિન્સિપાલ રફીક કોઠારીયાએ પોતાના પ્રવચનમાં કોર્પોરેશન અને સરકાર દ્વારા આ વિસ્તારમાં પૂરી પાડવામાં આવેલ સવલતો ની ગુણવત્તા તથા તેમાં ચાલતા કાર્ય બાબતે પણ ફોલોઅપ રાખવા માટે સહુને વિનંતિ કરી હતી. તેઓએ પોતાના વિસ્તૃત અભ્યાસપૂર્ણ પ્રવચનમાં સિસ્ટમમાં રહેલ હકારાત્મક માનસિકતા ધરાવતા અધિકારીઓ અને નેતાઓ સાથે સુમેળ સાધીને સંસ્થાએ પોતાના મકસદમાં આગળ વધવા અંગુલિનિર્દેશ કર્યો હતો. વધુમાં ખેડૂવોરા સરકારી સેવામાં હોવા છતાં આ આ વિસ્તારની સમાજસેવાનું બીડું ઝડપી આ વિસ્તારની ચિંતા કરી તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટર હાજીભાઈ મિર્ઝાએ આ વિસ્તારના પોતાના લાંબા અનુભવોની વિગતો આપતા તેમના દ્વારા કરેલ કામોની માહિતિ આપી પરસ્પર સંકલનથી કામ કરવા માટે ઉપસ્થિત યુવાનો ને વિનંતી કરી હતી. નફિસાબેન દ્વારા પણ બજેટના અભાવે પડી રહેલી મુશ્કેલી અને બજેટની મર્યાદા અંગે માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમદાવાદ ટાસ્ક કોર્સના આશિફ સૈયદે કર્યું હતું. જ્યારે આભારવિધિ ‘અજિમ‘ વતી દાઉદ કોઠારીયાએ કરેલ હતી.આ કાર્યક્રમમાં મિલ્લી કાઉન્સિલના રિઝવાન તારાપુરી નિવૃત્ત જજ એનઆર પઠાણ, મુજાહીદ નફીસ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ, સ્થાનિક સ્વયંમ સેવી સંસ્થાઓ, મ્યુ. કાઉન્સિલરો, અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.