Gujarat

જૂનાગઢનો રોપ-વે બન્યો મોર-પે ૯ કરોડનો પ્રોજેક્ટ ૧૩૦ કરોડે પહોંચ્યો, શું આ ભાજપનો વિકાસ છે ? : ઉષા કુસકિયા

 

વેરાવળ, તા.૨૨
જૂનાગઢના રોપ-વે પ્રોજેક્ટનો ખર્ચ ૯ કરોડથી વધી ૧૩૦ કરોડે પહોંચતા પ્રદેશ કોંગ્રેસની મહિલા અગ્રણી ઉષાબેન કુસકિયાએ ભાજપ સરકારની આ કામગીરી સામે સવાલ ઉઠાવી શું આ ભાજપનો વિકાસ છે ? તેવો અણિયારો સવાલ ઉઠાવી આ રોપ-વેને મોર-પે સાથે સરખામણી કરી હતી. જૂનાગઢના વિકાસમાં પાયારૂપ સુવિધા પૂરી પાડતો રોપ-વે પ્રોજેક્ટનું કામ આખરે પૂર્ણ તો થયું પણ સરકારની અણઆવડત અને નિષ્ફળ આયોજનના કારણે આ ૯ કરોડનો પ્રોજેક્ટ આજે રૂપિયા ૧૩૦ કરોડે પહોંચી જતા આમ જનતામાં પ્રજાના પૈસાનું પાણી થઇ આવ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકિયાએ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા આ રોપ-વેને મોર-પે ગણાવી સરકારની અણઆવડત ઢીલી નીતિ અને નિષ્ફળ આયોજનની ઝાટકણી કાઢી ખેદ સાથે દુઃખની લાગણી વ્યક્ત કરેલ છે અને જણાવેલ કે, આવા તો અનેક પ્રોજેક્ટો મંદ ગતિએ ચાલી રહેલ હોય સરકારની અણઆવડત-નિષ્ફળ આયોજન અને ઢીલી નીતિના કારણે પ્રજાના પરસેવાની કમાણીથી ભરવામાં આવેલ સરકારી તિજોરીને ખાલી કરવામાં આવી રહેલ છે. સરકારની આવી ખોટી નીતિના કારણે ભારતની અર્થવ્યવસ્થા નબળી પડી રહેલ છે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો કામ ખૂબ જ વિલંબ સાથે પૂર્ણ થઇ આવેલ છે, જે ટીકાને પાત્ર છે. સરકારની કૂટનીતિના કારણે આજે આવી નાની યોજનાઓનું બજેટ ૧૪ ગણું થતું હોય તો આર્થિક રીતે સરકારી ખજાનામાં પડતી ખોટ આખરે તો પ્રજાના શીરે જ છે. ત્યારે આમ જનતાએ જાગૃત થવાની જરૂર છે એમ અંતમાં જણાવેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.