Gujarat

જૂનાગઢમાં ભાજપના મહિલા સુરક્ષા સેલના સદસ્ય ઉપર ભાજપના જ ત્રણ કોર્પોરેટરોએ કર્યો હુમલો

જૂનાગઢ, તા. ૨૩
જૂનાગઢમાં નર્મદાની પાઈપલાઈનના કનેકશનની રજૂઆત કરવા જનાર ભાજપના જ મહિલા સુરક્ષા સેલના સદસ્ય ઉપર ભાજપના જ ત્રણ કોર્પોરેટરોએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ બનાવમાં સામી પણ ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જોષીપુરાના શીવાની નગર ખાતે રાધે ઓપાર્ટમેન્ટના બ્લોક નં.૧૦૩માં રહેતા ભાજપના મહિલા સુરક્ષા સેલના સદસ્ય સુમિતાબેન અશોકભાઈ રાખોલીયા (ઉ.વ.૪૮)એ ભાજપના કોર્પોરેટર ગોપાલભાઈ રાખોલીયા, યોગેશભાઈ પાનસુરી અને હરેશભાઈ પરસાણ (રહે. તમામ જૂનાગઢ) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે તેમની શેરીમાં કોઈને નર્મદાની પાઈપલાઈનના કનેકશન ન હોવાથી તેઓએ વોર્ડ નં.૭ના કોર્પોરેટર ગોપાલભાઈ રાખોલીયાને રજૂઆત કરતાં ફરિયાદીને શરીરે ડાબા હાથમાં લોખંડના પાઈપથી માર મારી ઈજા કરી હતી અને યોગેશભાઈ પાનસુરીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઝપાઝપી કરતાં ફરિયાદી મહિલાના કપડા ફાટી ગયેલ હતા. સુમિતાબેનની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.
દરમ્યાન આ બનાવના અનુસંધાને દોલતપરા, જયપાલ સોસાયટી, બ્લોક નં. ૮ ખાતે રહેતા લેબર કોન્ટ્રાકટર સંજયભાઈ જીવણભાઈ પરમાર (ઉ.વ.ર૬)એ સામી ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે સુમીતાબેન રાખોલીયા (રહે. જોષીપરા, જૂનાગઢ, શિવાનીનગર, રાધે એપાર્ટમેન્ટ, બ્લોક નં.૧૦૩) વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી લેબર કોન્ટ્રાટકર તરીકે શિવાની સોસાયટીમાં સીસી રોડનું કામ ચાલુ છે તેમાં ગઈકાલે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં સુમીતાબેન રાખોલીયાએ રજૂઆત કરવાના બહાને આવી અને રોડનું કામ બંધ કરાવી દેતાં આ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. સામસામી ફરિયાદોના આધારે આ બનાવ અંગે ‘બી’ ડિવિઝનના એએસઆઈ કે.સી. જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.
દરમ્યાન આ ઘટના બાબતે હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે હું માર્કેટિંગ યાર્ડ ખાતે હતો અને બનાવના સ્થળે હતો પણ નહીં. તેમ જણાવ્યું હતું. આ બનાવ અંગે યોગેશ પાનસુરિયાએ એમ જણાવ્યું હતું કે પાણીની પાઈપલાઈનની રજૂઆત જ ખોટી છે. કારણ કે ર૦૦૭ના વર્ષમાં જ પાણીની લાઈન નંખાઈ ગઈ છે. આવી વાત કરતાં તેમણે રસ્તો ખોદીને બતાવવાની જીદ કરી અને ગોપાલભાઈ રાખોલીયા ઉપર હુમલો કરી તેનો ઝભ્ભો ફાડી નાખ્યો હતો તેમ જણાવેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.