Gujarat

જૂનાગઢ મનપાનું રૂા.ર૯૪.૬ર કરોડનું ચીલાચાલુ બજેટ રજૂ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૦
જૂનાગઢ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ ધુલેશિયા અને તેમની ટીમે સુધારા-વધારા સાથે બજેટ રજૂ કર્યું હતું. નવા કોઈ કરભારણ વિના જૂનાગઢ શહેરના વિકાસનું સપનું સેવવામાં આવ્યું છે. વર્ષ ર૦૧૮-૧૯ના આ બજેટને બહાલી આપવા માટે તા.ર૦ ફેબ્રુઆરીના રોજ મનપાના જનરલ બોર્ડની એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવેલ હતું.
તા.૯ ફેબ્રુઆરીના રોજ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ ર૦૧૮-૧૯નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કમિશનર દ્વારા સૂચવાયેલા રૂા.ર૯૪.૬ર કરોડનો અંદાજ મુકેલ, જેમાં કર અને દર તથા ખર્ચમાં થયેલા ફેરફારો સાથે સુધારા બજેટ રૂા.ર૯પ.૦ કરોડનું વિકાસલક્ષી બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ખુલતી સિલક બજેટ રૂા.૯,૮૩,૪૧ર છે, રેવન્યુ આવકનો કુલ અંદાજ રૂા.૯ર,૦૯,પ૦,૦૦૦ છે, કેપિટલ આવકનો કુલ અંદાજ રૂા.ર૦ર,૮૧,૦૦,૦૦૦/- છે. આવકનો કુલ અંદાજ રૂા.ર૯પ,૦૦,૩૩,૪૧ર અંદાજવામાં આવેલ છે. રેવન્યુ ખર્ચ રૂા.૯ર,૦૦,૬૦,૦૦૦ (જે ઘટાડવામાં આવેલ છે.), કેપિટલ ખર્ચ રૂા.ર૦ર, પ૯,૭૦,૦૦૦ (જે વધારવામાં આવેલ છે.) કુલ અંદાજ રૂા.ર૯પ,૦૦,૩૩,૪૧ર જેથી વર્ષાંતે પુરાંત સિલક રૂા.૪૦,૦૩,૪૧ર રહેશે. આજે સુધારા-વધારા સાથે રજૂ કરેલા બજેટમાં કેટલાક નવા નિર્ણયો કરવામાં આવ્યા હતા. તો કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.