Site icon Gujarat Today

જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં મધરાત્રે ફાયરિંગ થયાની ચર્ચા

જૂનાગઢ, તા. ૧૮
જૂનાગઢ શહરેની મધ્યમાં કાળવા ચોક જેવા ભરચક્ક વિસ્તારમાં ગત રાત્રીના બે વાગ્યે ફાયરિંગ થયાની જોરશોરથી ચર્ચા સવારના ભાગે શરૂ થઈ હતી. જો કે અફવા છે કે ચર્ચા તે અંગે પોલીસ તંત્ર દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે એટલે કે મંગળવારના રાત્રીના બે વાગ્યાની આસપાસ કાળવા ચોક નજીક બે રાઉન્ડ ફાયરિંગ થયાના બનાવને પગલે લોકચર્ચાઓનો દોર શરૂ થયો હતો તો બીજી તરફ પોલીસને પણ આ બનાવ અંગે ગંધ મળસી જતાં તપાસની કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે કે આ લખાય રહ્યું છે. ત્યાં સુધી પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી. કોણે ફાયરિંગ કર્યું ? કોની ઉપર થયું ? કે અન્ય કોઈ કારણોસર થયું તે તમામ મુદ્દા અણઉકેલ રહ્યાં છે તો બીજી તરફ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એ.વાળાનો ટેલિફોન સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે જૂનાગઢ કાળવા ચોકમાં ફાયરિંગ થયું છે કે કેમ ? તે અંગેની ગુપ્તરાહે તપાસ ચાલી રહી હોવાનું પી.આઈ. એ જણાવ્યું હતું.

Exit mobile version