National

જેલથી મુક્ત થયા બાદ ડૉ. કફીલખાનનો પ્રથમ ઈન્ટરવ્યૂ : દ્ગજીછ હટ્યો, હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને મેડિકલ કેમ્પનું આયોજન કરશે

 

ડૉ. કફીલખાને મથુરા જેલથી મુક્ત થયા બાદ પોતાના ઘરે જતી વખતે રસ્તામાં નેશનલ હેરાલ્ડ સાથે ટેલિફોનિક વાતચીત કરી ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે કહ્યું કે, યુપીમાં ભાજપના શાસન હેઠળ જેલ તેમનું જાણે બીજું ઘર બની ગયું છે

NSA કાયદા અંગે તેમણે કહ્યું કે, મારા મતે NSA, PSA અને આફસ્પા જેવા કાયદાઓને રદ કરવા જોઈએ. ઉત્તર-પૂર્વ જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યમાં પણ આફસ્પા જેવી કલમ છે. પોલીસ અને રાજ્યની એજન્સીઓ દ્વારા અસંતુષ્ટોના અવાજને દબાવી દેવા માટે આવા કાયદાઓનો દુરુપયોગ કરવામાં આવે છે

જેલના અનુભવો અંગે તે કહે છે કે ભાજપના શાસનમાં તો જેલ મારું જાણે બીજું ઘર જ બની ગયું છે. ભાજપના લગભગ સાડા ત્રણ વર્ષના શાસનમાં મેં મોટાભાગનો સમય જેલમાં વીતાવ્યો છે.  તેઓ રામ રાજ્યની વાત કરતા હતા. તેમાં મેં બે વર્ષ જેટલો સમય તો રામ રાજ્યની જેલમાં જ પસાર કર્યો છે

 

 

(એજન્સી)                                                       તા.૨

ડૉ. કફીલ ખાને મથુરા જેલથી મુક્ત થયા બાદ પોતાના ઘરે જતી વખતે રસ્તામાં નેશનલ હેરાલ્ડ સાથે ટેલિફોનિક વાતચીત કરી ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે કહ્યું કે યુપીમાં ભાજપના શાસન હેઠળ જેલ તેમનું જાણે બીજું ઘર બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે સીએએ-એનઆરસી વિરોધી રેલીને સંબોધતાં આપેલા ભાષણને ઝેરી ગણાવીને અને તેને ઉશ્કેરણીજનક ગણાવી તેમને ફરી જેલમાં ધકેલી દેવાયા હતા. આ કૃત્ય બીજા કોઈએ નહીં પણ યુપીની જ ભાજપ સરકારે કર્યુ હતું.

જોકે ૧ અને ૨ સપ્ટેમ્બરની રાત્રિ દરમિયાન તેમને મથુરાની જેલમાંથી મુક્ત કરી દેવાયા. અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે જ તેમને મુક્ત કરવાના આદેશ આપી દીધા હતા અને તેમના પર લગાવાયેલ એનએસએ પણ હટાવી દીધી હતી.

બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોને બચાવનારા તરીકે પ્રસિદ્ધ ડૉ. કફીલ ખાન વિરુદ્ધ યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની યુપી સરકારે એનએસએ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. મુંબઈ એસટીએફએ તેમની ફેબ્રુઆરી ૨૦૨૦માં ધરપકડ કરી હતી અને ત્યારબાદથી જ તેઓ જેલમાં સબડી રહ્યા હતા. તેમણે આશરે જેલમાં ૬ મહિનાનો સમય પસાર કર્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો સાંભળ્યા બાદ તમારી પ્રતિક્રિયા કેવી હતી? સવાલના જવાબમાં કફીલ ખાને કહ્યું કે હું ખરેખર ન્યાયપાલિકાનો આભારી છું. હવે ન્યાયપાલિકામાં મારો વિશ્વાસ ફરી પુનઃજીવિત થઈ ગયો છે. તેમણે કહ્યું કે તમે ચુકાદાને ધ્યાનથી વાંચશો તો જાણ થશે કે હાઈકોર્ટે નોંધ્યું કે મારું ભાષણ ઉશ્કેરણીજનક નહોતું. તેના લીધે હિંસા ભડકી નહોતી. તેમણે નોંધ લીધી કે મારી અટકાયત પણ ગેરકાયદે હતી.

સીએએ-એનઆરસી રેલીમાં તમે જે કહ્યું હતું તેના પર આજે પણ વિશ્વાસ કરો છો? જવાબમાં તેમણે કહ્યું કે મેં એટલું જ કહ્યું હતું કે આ અમારા વજૂદની લડાઈ છે. એનએસએ કાયદા અંગે તેમણે કહ્યું કે મારા મતે એનએસએ, પીએસએ અને આફસ્પા જેવા કાયદાઓને રદ કરવા જોઈએ. ઉત્તર-પૂર્વ જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યમાં પણ આફસ્પા જેવી કલમ છે. પોલીસ અને રાજ્યની એજન્સીઓ દ્વારા અસંતુષ્ટોના અવાજને દબાવી દેવા માટે આવા કાયદાઓનો દુરુપયોગ કરવામાં આવે છે.

યુપી એસટીએફ અંગે તેઓ હસતા મોઢે કહે છે કે હું ખરેખર યુપી એસટીએફનો આભારી છું કે તેણે મને જીવિત રાખ્યો નહીંતર તમે જાણો જ છો કે મુંબઈથી મથુરા વચ્ચેનો રસ્તો કેટલો લાંબો છે. તેઓએ શરૂઆતમાં મારું વધારે પડતું ઉત્પીડન કર્યુ. જોકે પછીથી તેઓ મારી સાથે સારી રીતે વર્તન કરવા લાગ્યા.

જેલના અનુભવો અંગે તે કહે છે કે ભાજપના શાસનમાં તો જેલ મારું જાણે બીજું ઘર જ બની ગયું છે. ભાજપના લગભગ સાડા ત્રણ વર્ષના શાસનમાં મેં મોટાભાગનો સમય જેલમાં વીતાવ્યો છે. તેઓ રામ રાજ્યની વાત કરતા હતા. તેમાં મેં બે વર્ષ જેટલો સમય તો રામ રાજ્યની જેલમાં જ પસાર કર્યો છે.

 

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.