જામનગર, તા.૬
ચાર વર્ષ અગાઉ પોરબંદરમાં ભીમા દુલા ઉપર ફાયરીંગના ગુનામાં મુખ્ય આરોપીને હથિયાર પુરૂ પાડનાર શખ્સ જામજોધપુરનો હોવાનું ખૂલતા આરોપી જામનગરની જેલમાં હોવાથી પોરબંદર પોલીસે આરોપીનો જેલમાંથી કબજો લીધો હતો.
પોરબંદર જિલ્લાના ભીમા દુલા ઓડેદરા ઉપર ચકચારી ફાયરીંગનો બનાવ બનેલ જે કેસના નાસતા ફરતા આરોપી સલીમ ઈસ્માઈલ આદિત્યાણાની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. જે અનુસંધાને બગવદર પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ અન્ય કેસ દાખલ થયેલ જેનો આરોપી સરફરાજ જ મામદ હસણિયાની પીસ્તલ સાથે ધરપકડ થયેલ જે અનુસંધાને હથિયાર સપ્યાલય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવાની સુચનાના આધારે એસઓજી ટીમે આરોપી મનસુખ હરજી કારેણા રહે. જામજોધપુરનો હવાલો જામનગર ખાસ જેલમાંથી સંભાળી અટક કરી છે. આરોપી મનસુખ હરજી કારેણા વિરૂદ્ધ અગાઉ હથિયારધારા, લૂંટ મારામારી, દારૂના કેસો નોંધાયેલ છે. આજથી આશરે દસ વર્ષ પહેલા આ આરોપી સુરત શહેરમાં દોઢ લાખના હીરાની લૂંટમાં પણ ઝડપાયેલ છે.