Ahmedabad

જે.એમ.ભરવાડની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ એ ફગાવી

(સંવાદાતા દ્વારા)
અમદાવાદ, તા.પ
રૂપિયા આઠ લાખના લાંચ પ્રકરણના ફરાર આરોપી અને જેતપુરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે.એમ.ભરવાડે આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે હાઇકોર્ટે આજે ફગાવી હતી. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે કેસમાં પ્રથમ દર્શનીય રીતે ભરવાડની ભૂમિકા સામે આવે છે. અગાઉ રંગે હાથ ઝડપયેલા કોન્સ્ટેબલ વિશાલ સોનારા અને જે.એમ.ભરવાડ વચ્ચે વોટ્‌સએપ થકી વાતચીત થઈ હતી. વિશાલ અને ફરિયાદી વચ્ચે થયેલી વાતચીતની ટ્રાન્સસ્ક્રિપટમાં આરોપીની ભૂમિકા સીધી સામી આવે છે તથા વિશાલ સોનારાએ એસીબી સમક્ષ આપેલા નિવેદનમાં ભરવાડના કહેવા મુજબ નાણાં લીધા હોવાની કબૂલાત કરી છે જેથી ગુજરાત હાઈકોર્ટે જે.એમ. ભરવાડની જામીન અરજી ફગાવી છે. રાજ્ય સરકારે જામીન અરજીના વિરોધમાં રજૂઆત કરી હતી કે કેસની એફ.આઇ.આર. નોંધાયા બાદથી આરોપી અધિકારી ફરાર છે. તેમની સામે પ્રથમદર્શનીય રીતે ગુનો બને છે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તેમની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે. જે.એમ. ભરવાડ હાલ આ કેસમાં ફરાર છે. તેમની રજૂઆત છે કે પોલીસ અધિકારી તરીકેનો તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે તેથી તેમને જામીન મળવા જોઇએ. અરજદાર જે.એમ. ભરવાડની રજૂઆત છે કે તેઓ નિર્દોષ છે અને આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જેતપુરમાં નોંધાયેલા લાંચ કેસમાં તેમની કોઇ ભૂમિકા નથી. તેઓ ૨૨ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસ સબ ઇન્સપેક્ટરમાંથી પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ ઇન્સપેક્ટરમાંથી ડી.વાય.એસ.પી. તરીકે તેમણે પ્રમોશન મેળવ્યું છે અને તેમની કામગીરીનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે. તેથી તેમને આગોતરા જામીન મળવા જોઇએ. અગાઉ સુનાવણીમાં કોર્ટનું જામીન ન આપવાનું વલણ જોઇ જે.એમ. ભરવાડના વકીલે અરજી પરત ખેંચવાની તૈયારી દર્શાવી હતી પરંતુ ત્યારબાદ તેમણે કોર્ટને કહ્યું હતું કે વધુ સૂચનો રજૂ કરવા માટે તેમને સમય આપવામાં આવે. જે.એમ. ભરવાડની હેઠળ ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિશાલ સોનારા જે.એમ. ભરવાડ વતી રૂપિયા આઠ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હોવાની ફરિયાદ એ.સી.બી.એ નોંધી છે. હથિયારના ગુનામાં ઝડપાયેલા આરોપીને માર ન મારવાના રૂપિયા આઠ લાખ માગવામાં આવતા એ.સી.બી.માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધોરાજી સેશન્સ કોર્ટે આ કેસમાં જે.એમ. ભરવાડના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત આઠમી ઓગસ્ટે સોલા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને એક બિનવારસી કાર મળી હતી. કારમાંથી પોલીસનો યુનિફોર્મ મળ્યો હતો અને તપાસ કરતા બહાર આવ્યું હતું કે આ કાર જે.એમ. ભરવાડની છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.