National

જોનપુરમાં મતગણતરી સમયે ૪૦ ટકા EVM મશીનના સીલ તૂટેલા હતા : સપા પૂર્વ સાંસદ મો. અર્શદખાન

ચૂંટણી પત્યા પછી

(એજન્સી)                                      તા.૧૯
જાણીતા એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડે યુપીના જોનપુરમાં ચૂંટણી પત્યા પછી મતગણતરી સમયે જોવા મળેલ ગેરરીતિઓ ઉજાગર કરતા વીડિયો સંદર્ભે સમાજવાદી પાર્ટીના જોનપુરના પૂર્વ સાંસદ મોહમદ અરશદ ખાન સાથે ઈવીએમ મીશન લાવવા લઈ જવા માટેના સુરક્ષા અંગેના ચૂંટણી પંચના નિયમો અને કાયદાઓ તેમજ મતદાન બાદની પ્રક્રિયા બાદની ઘટનાક્રમ અંગે વાતચીત કરી હતી. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને વરિષ્ઠ રાજનેતા તરીકે ચૂંટણી પ્રતિક્રિયામાં ક્યાં ક્યાં શું ખામીઓ જોવા મળી ? મો. અર્શદખાને જણાવ્યું હતું કે, જ્યારથી ઈવીએમ આવ્યા છે ત્યારથી ચૂંટણીમાં પારદર્શિતા નથી. અવારનવાર આ બાબતે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બેલેટપેપરથી ચૂંટણી થવી જોઈએ જેથી જનતાને તેણે કોને વોટ આપ્યો એની ખબર પડે અને સાચી ગણતરી થાય. અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. ભારતમાં બે મુદ્દે ગરબડ અને ગેરરીતિ આચરવામાં આવે છે. વોટર લિસ્ટમાંથી મોટાભાગના લોકોના નામ છેલ્લી ઘડીએ કપાઈ જાય છે અને અહીં જે ભાજપ વિરોધી મતો છે જેમકે યાદવ મુસલમાનો અને અન્ય પછાત જાતિના વોટ કપાત નાખવામાં આવે છે.
આ કેવી રીતે શક્ય છે ?
વોટર લિસ્ટમાંથી નામ કપાઈ જવા એ તો મૂળભૂત અધિકારો પર તરાપ અને બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. આ દિશામાં શું કહેશો ?
પ્રશ્નના ઉત્તરમાં પૂર્વ સાંસદે જણાવ્યું હતું વોટર લિસ્ટમાં નામ હોય અને વ્યક્તિ જીવિત હોય વોટ આપવા લાયકાત ધરાવતો હોય વોટર લિસ્ટમાં નામ હોવું જોઈએ અથવા પહેલે હતું અને પછી કપાઈ જાય તો તેને અપરાધ ઘોષિત કરવામાં આવે અગર એ વ્યક્તિ જીવિત હોય ૮ વર્ષથી ઉપરનો હોય અને યોગ્ય હોય અને કપાઈ ગયું હોય તો તેનું નામ વોટર લિસ્ટમાં હોવું જોઈએ. તેને મતદાનનો અધિકાર મળવો જોઈએ અને જે લોકોએ લિસ્ટમાંથી નામ કાપ્યું છે એની જવાબદારી નિર્ધારિત કરીને એમની સામે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ હોવી જોઈએ અને આ માટે તમામ રાજકીય પાર્ટીઆએ એકજૂથ થઈ દેશવ્યાપી ઝુંબેશ ચલાવવી જોઈએ. તમામ રાજકીય જૂથો અને સામાજિક એનજીઓઓએ ઝુંબેશ ધરવાની આવશ્યકતા છે જેથી કોઈ પણ મતદાર મત આપવાના તેના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. અર્શદખાને કોઈપણ રાજકીય પક્ષના નામનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું. આ લોકો ખૂબ જ ચીવટ અને ચોકસાઈથી મતોની થોડી થોડી ચોરી કરે છે એક સાથે ૧૦૦ ગ્રેડની ચોરી કરતા નથી. જેથી પોલ ન ખૂલે અને કામ પણ સફળ થઈ જાય છે અને ચોરી પણ પકડાતી નથી. આવું જ તેમણે ગુજરાતમાં કર્યું છે અહીં કોંગ્રેસની સરકાર બનવાની શક્યતા હતી પરંતુ થોડા-થોડા મતો ચોરી લીધા અને છેવટે મીડિયાએ લખ્યું તેમણે કહ્યું કે, ૯૦ ટકા મીડિયા ભાજપ પ્રેરિત છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસે સારૂં પ્રદર્શન કર્યું પરંતુ જાદુઈ આંકડાઓ પાર કરી શકી નહીં આવું જ બિહારમાં બન્યું અને ઉત્તરપ્રદેશમાં જે રીતે અખિલેશ યાદવની આંધી હતી જે પ્રકારનો માહોલ હતો જેમાં મતદારો, લોકો જનતા લડી રહી હતી સમાજવાદી પાર્ટીને જોનપુર બેઠક પર ૧૯૯૩માં ૪૫,૦૦૦ મતો મેળવ્યા હતા અને ભાજપને ૧૦,૦૦૦ મતોથી પાછળ મૂકી જીતી હતી એ વખતે અર્શદખાને ચૂંટણી લડી નહોતી ત્યારબાદની ચૂંટણીઓમાં પાર્ટીએ અનુક્રમે ૪૬,૦૦૦ અને ૪૭,૦૦૦ મતો મેળવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં મને ૯૦,૦૦૦ હજાર મતો મળ્યા છે મતલબ ૨૦૧૨, ૨૦૧૭માં સમાજવાદી પાર્ટીને ૪૭,૦૦૦ મતો મળ્યા હતા આમા સમાજવાદી પાર્ટીએ હાર અને જીત બંનેનો સામનો કર્યો હતો. પરંતુુ આ વખતની ચૂંટણીમાં અર્શદખાનને ૯૦,૦૦૦ જેટલા ડબલ મતો મળ્યા છતા હાર ગયા એનું કારણ શું ? તેઓ જણાવે છે કે, તેઓ શરૂથી આગળ ચાલી રહ્યા હતા ઓછામાં ઓછા ૪૦ ટકા ઈવીએમ મશીન સીલ તૂટેલા આવ્યા હતા. મતદાર લિસ્ટમાંથી નામ કપાઈ ગયા એ વિશે અંદાજ છે કે જોનપુર બેઠક પરથી કેટલા મતદારોને તેમના અધિકારથી વંચિત કરવામાં આવ્યા, કેટલા વોટ કપાયા હોવાનો અંદાજ છે ?
એના જવાબમાં અર્શદખાને કહ્યું કે, એક બેઠક પરથી કમ સે કમ ૪૦,૦૦૦ નામો વોટર લિસ્ટમાંથી ગાયબ કર્યા હોવાની અનુમાન છે. પૂર્વાંચલની જેમ જોનપુરમાં અંતિમ તબક્કો હતો ૭ માર્ચે ચૂંટણી પત્યા પછી તમામ ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવે છે. ચૂંટણી આયોગના નિયમ અને કાયદા મુજબ સ્ટ્રોંગ રૂમમાં શું હોવું જોઈએ અને શું નથી હોતું ? સીસીટીવી કેમરા હોય છે, એજન્ટ હોય છે, સૌથી પહેલા તો ચૂંટણી બૂથ પરથી ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમ સુધી જવા માટે કોઈ એજન્ટ સાથે નથી રાખતા આ દરમિયાન તેઓ ગેરરીતિ આચરી શકે છે અને મશીનો બદલી શકે છે. એટલે કે રસ્તામાં ઈવીએમ મશીનો લઈ જાય છે ત્યારે પોલિંગ એજન્ટ સાથે હોતા નથી. અર્શદખાને જણાવ્યું કે, ના આવી કોઈ વ્યવસ્થા નથી. આવી વ્યવસ્થા હોવી જોઈએ. પહેલા બેલેટ પેપર હતા ત્યારે આ પ્રકારની વ્યવસ્થા હતી ? એમણે કહ્યું કે, એ વખતે બોક્સ સીલ કરીને મોકલવામાં આવતા હતા. એજન્ટ ન હતા પરંતુ એમાં બોક્સ બદલાઈ જવાની શક્યતા નહોતી ઈવીએમમાં તમામ પ્રકારની ઘાલમેલની શક્યતા છે. બધું જ બદલી શકાય છે. આમાં પારદર્શિતા નથી. ગેરરીતિ, ૪૨૦ની શક્યતા છે મતગણના શક ઉદ્‌ભવવો એ લોકશાહી વિરૂદ્ધનું છે.
ચૂંટણી પત્યા પછી સ્ટ્રોંગ રૂમમાં ઈફસ્ મશીન પહોંચ્યા બાદ શું બન્યું તમે જે અંગે વીડિયો બનાવ્યા છે
૮ માર્ચના રોજ સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા પાંચ કલાક માટે બંધ થઈ ગયા હતા. અમારા માણસો ત્યાં દેખરેખ માટે તૈનાત હતા. ત્યાં ત્રણ માણસો મોબાઇલ અને લેપટોપ સાથે પકડાયા હતા. આ માણસો કોણ હતા અને શું કરી રહ્યા હતા ? અમે પૂછ્યું કે, આ લોકો કોણ છે તો અધિકારીએ કહ્યું કે, બીએસએનએલના કર્મચારીઓ છે એમની પાસે બીએસએનએલનું અધિકૃત આઇડી ન હતું કે, જિલ્લા વહીવટી દ્વારા કોઈ ઓળખપત્ર આપવામાં આવ્યું નહોતું. તેઓ સ્ટ્રોંગ રૂમની અંદર હતા કે બહાર હતા, શું કરી રહ્યા હતા તેઓ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા અને ૪૦ ટકા ઇવીએમ મશીનના સીલ બહારથી તૂટેલા હતા. ૩૦ રાઉન્ડમાં થયેલ ચૂંટણીમાં દરેક ટેબલ પર પાંચ-સાત-આઠ એમ અલગ-અલગ ટેબલના ઇવીએમ મશીનના બહારના સીલ તૂટેલા હતા. જ્યારે કે આ સીલ ચૂંટણી બૂથના કર્મચારી અથવા એજન્ટ દ્વારા મારવામાં આવે છે. ઉપરથી અધડી ગાંઠવાળો દોરો બાંધેલો હતો. અમને મોબાઇલ  કે ઘડિયાલ પહેરવાની મનાઈ હતી જેથી વીડિયોગ્રાફી કરી શકીએ નહીં. ગણતરી કરાવવામાં આવી તો શંકાસ્પદ જણાયું ત્રણેય લોકો પાસે ઓળખપત્ર નહોતા એટલે તેમની પકડી લેવામાં આવ્યા. કંઇક ગોટાળો થયો હોવાનું શંકા થઈ. આમ આ લોકો થોડા-થોડા વોટોની ચોરી કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં જેટલા વોટ મળ્યા હતા. ત્યાં ૬થી ૭ હજારની લીડ મળી હતી તો અમને ર૦થી રપ હજારની લીડ મળવી જોઈતી હતી. આ ચોરી કરે છે થોડી-થોડી એ હાઇટેક છે આથી એમની પોલ બચેલી રહે. ૪૦ ટકા ઇવીએમ મશીન પર સીલ હતા નહીં એ વખતે પોલિંગ એજન્ટ કે રિટર્નિંગ અધિકારીએ કોઈ ફરિયાદ કરી કે કેમ ?
કાઉન્ટિંગ એજન્ટ મતગણના રોકી દેતા હતા રિટર્નિંગ અધિકારી અગ્નિહોત્રીએ કહ્યું કે, એજન્ટ ચાલ્યા ગયા હશે. આવું બન્યા કરે છે. સીસીટીવી પાંચ કલાક બંધ રહેવા અને ગણતરી સમયે ૪૦ ટકા ઇવીએમ મશીન પર સીલ ન હોવા એ તો આદર્શ ચૂંટણી સંહિતાનો ભંગ છે તો ચૂંટણી આયોગે કોઈ પગલાં લીધા કે કેમ ? અમે અનુમાન લગાવ્યું છે કે, ભારતની ન્યાય પ્રક્રિયા એવી છે કે, અદાલતમાં જાવ તો પાંચ વર્ષ સુધી કોઈ નિર્ણય આવતો નથી. એના કરતા તમામ પાર્ટીઓ સમગ્ર દેશમાં જબરદસ્ત આંદોલન ચલાવવામાં આવે તો કંઇક અંશે ફરક પડશે નહિતર તો લોકશાહી જોખમમાં છે. બદાયું લોકસભા ચૂંટણીમાં સાંસદ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, જેટલું મતદાન થયું એના કરતાં વધુની તો ગણતરી થઈ છે. હાઇકોર્ટમાં ગયા છે. પરંતુ હજુ સુધી ચુકાદો આવ્યો નથી તો આ ભારતની ન્યાય પ્રક્રિયા છે. અહીં મોટાભાગે મોડા નિર્ણયો લેવાય છે અને ન્યાય મળતો નથી. બીબીપેઠ બેક પર ફરી મતગણના કરવામાં આવે. બીબીપેઠમાં ગણતરી કરાવવામાં આવે તો મને લાગે છે કે, ન્યાય મળી જશે. અમે પૂરી મતગણનાની માગણી કરી છે. અમે બીજા દિવસે જ ૧૧ માર્ચે માગણી કરી હતી કે, અમારી પૂરી વિધાનસભાની તમામ મતગણના બીબીપેઠથી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
વરિષ્ઠ સમાજવાદી પાર્ટીના રાજકીય નેતા હોવાને નાતે અને ચૂંટણીઓમાં અનેક વખત જીતી ચૂક્યા છો અને વિધાનસભામાં પણ રહી ચૂક્યા છો તો શું અદાલતના દ્વાર ખખડાવશો ?
વકીલો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ઠોસ આધાર મળશે તો વિચારીશું નહીં. પરંતુ આ મુદ્દે ચોક્કસ ઝુંબેશ ચલાવીશું. ધરણા પ્રદર્શનો કરીશું. સામાજિક સંસ્થાઓ  એનજીઓ, પાર્ટીઓને આંદોલનમાં જોડાવવા આમંત્રણ આપીશું. બેલેટ પેપરથી ચૂંટણી એવી મજબૂત માગણી સાથે સમગ્ર દેશમાં આંદોલન કરીશું. ઇવીએમ લોકશાહી માટે જોખમ છે. લોકશાહીને નુકસાન પહોંચાડે છે. લોકતંત્રને બચાવવા, ન્યાયિક ચૂંટણી માટે બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ. જનતા જેને ચૂંટે છે તેની વિરૂદ્ધ સત્તા ચલાવી રહ્યા છે એ તદ્દન ખોટું છે. મતદાન યોગ્ય, જીવિત અને લિસ્ટમાંથી કપાયેલા મતદાતાને મતદાનનો અધિકાર મળવો જોઈએ. કાયમી વોટર લિસ્ટ બનવી જોઈએ. બીએલઓ સરકારના ઇશારે કામ કરે છે એની સામે કાર્યવાહી થવી જોઈએ.
ઇવીએમ મશીનને મુદ્દે લડાઈ લડીશું. એવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષનું કહેવું છે પરંતુ જનતાનું કહેવું છે ચૂંટણી પછી આ મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ મુદ્દા પરથી ખસી જાય છે, શું સમાજવાદી પાર્ટી આ મુદ્દે લડશે ? એ હકીકત છે તમામ  રાજકીય પક્ષોએ આ બાબતમાં કોઈ મોટું આંદોલન કર્યું નથી જેથી ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા મજબૂર કરી શકાય. પરંતુ હવે આશા છે કે, તમામ પાર્ટીઓ અને અખિલેશ યાદવ આ આંદોલન ચલાવશે. આ એક માત્ર વિકલ્પ છે. નહિતર આ લોકો દેશને લૂંટતા રહેશે અને જનતાના અધિકારોનો મજાક બનતો રહેશે. વર્ષોથી વોટરલિસ્ટમાં મતદારોના નામ નહીં હોવાથી ફરિયાદો છે એમાં કોઈ સુધારા નથી અને હાલમાં ઇવીએમ મશીનની સુરક્ષા, સીસીટીવી કેમેરા અને ઇવીએમ મશીન બદલવા અંગે અનેક આરોપો ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમ્યાન જોવા મળ્યા છે. આ અગાઉ પર એમ જ હતું. ચૂંટણી પંચ પરથી લોકોનો જે વિશ્વાસ ડગમગી રહ્યો છે. લોકતંત્ર માટે જોખમ છે. શું કહેશો ? આ દેશમાં ટી.એન. શેષાનની જરૂર છે. જેમણે બતાવ્યું હતું કે, ચૂંટણી પંચ શું છે ? એ પહેલાં ચૂંટણી પંચનું કોઈ અસ્તિત્વ નહોતું ત્યારથી ઘણા સુધારા થયા છે તમામ પાર્ટી ગંભીરતાથી આંદોલન ચલાવશે તો આમાં પણ સુધાર થશે. વ્યવસ્થા બદલાશે. નિષ્પક્ષ ચૂંટણી થશે પરંતુ જ્યાં સુધી ઇવીએમથી ચૂંટણી થશે તો ભારતમાં નિષ્પક્ષ ચૂંટણી નહીં થાય અને જનતાનો ચૂંટાયેલો ઉમેદવાર બીજો હશે અને સરકાર જેને ઇચ્છશે એની સરકાર બનશે.
(સૌ. : સબરંગ ઈન્ડિયા.ઈન)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  NationalPolitics

  કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

  કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.