Gujarat

ઝઘડિયા જીઆઈડીસીની ફાર્મા કંપનીમાં આગથી દોડધામ : સદનસીબે જાનહાનિ ટળી

 

(સંવાદદાતા દ્વારા)
રાજપારડી, તા.ર૮
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જીઆઇડીસીમાં એક કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડીયા જીઆઇડીસી ખાતે એશિયાટિક ફાર્મા નામની કંપનીના ઇટીપી પ્લાન્ટમાં આજે વહેલી સવારે આકસ્મિક આગ લાગતા કંપનીમાં અફડાતફડી મચી હતી. આગ કયા કારણસર લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી, પરંતુ કેમિકલ અનબેલેન્સના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાય છે. કંપનીમાં લાગેલ આગમાં સદભાગ્યે કોઇ જાનહાનિ નહિં થતાં કંપની સંચાલકો અને તંત્રએ રાહતનો દમ લીધો હતો. જીઆઇડીસીની કંપનીમાં આગ લાગતા પાંચ જેટલા ફાયર ટેન્કરો બોલાવવા પડ્યા હતા. ફાયર ફાઇટરોએ જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઔધોગિક વિસ્તારમાં કેટલીક કંપનીઓમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી દેખાય છે, ત્યારે કેટલી કંપનીઓ પાસે ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ છે તે બાબતે પણ પ્રશ્નાર્થ સર્જાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Gujarat

    લોકસભાની રપ બેઠકો પર સવારથી ધીમીધારે મતદાન શરૂ થયા બાદ મધ્ય બપોરે ધીમું થયા પછી સાંજે જોશભેર મતદાન રાજ્યમાં કાળઝાળ ગરમીના પડકાર વચ્ચે ૬૦ ટકા જેટલું સરેરાશ મતદાન

    વિધાનસભાની પાંચ બેઠકો પર ૬પથી ૭૦ ટકા…
    Read more
    GujaratReligion

    વડોદરામાં “ગુજરાત ટુડે” દ્વારા ઈદ મિલન સમારંભ યોજાયોજ્યારે સાચી અને ઈમાનની રાહ પર ચાલશો તો તકલીફ પડવાની, પરંતુ આપણા પ્રયત્નોથી તમામ તકલીફ દૂર થશે : સુહેલભાઈ તિરમીઝી

    વડોદરામાં “ગુજરાત ટુડે”ને વધુ મજબૂત…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.