Site icon Gujarat Today

ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને ૧૫૧ રને હરાવી શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી

સયાલહટ, તા.૬
બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ૨ ટેસ્ટ મેચોની શ્રેણીના પ્રથમ ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ અપસેટ સર્જતા યજમાન બાંગ્લાદેશને ૧૫૧ રને હરાવીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. પાંચ વર્ષોમાં ઝિમ્બાબ્વેની આ પ્રથમ ટેસ્ટ જીત છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ ઈનિંગમાં ૨૮૨ રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે સૌથી વધુ ૮૮ અને પીટર મૂર ૬૩ રન (અણનમ) બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ઇસ્લામે ૬ વિકેટ ઝડપી હપ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશની આખી ટીમ ૧૪૩ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી ટેંડઈ ચતારા અને સિકંદર રજાએ ૩-૩ વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગને આધારે ઝિમ્બાબ્વેને ૧૩૯ રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૮૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં છ વિકેટ ઝડપનાર તૈજુલ ઇસ્લામે બીજી ઈનિંગમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. ૩૨૧ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ બીજા દાવમાં ૧૬૯ રન પર આઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી બ્રૈંડન મઉતાએ ૪ તથા સિકંદર રજાએ ત્રણ વિકેટ લીધી હતી.

Exit mobile version