Sports

ટી-૨૦ વર્લ્ડ કપને લઈને ICC ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
કોરોનાવાયરસના કારણે જૂન સુધી તમામ સ્પોટ્‌ર્સ ઇવેન્ટ્‌સ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે. આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં થનાર ટી-૨૦ વર્લ્ડ કપના સમયસર આયોજન પર પણ જોખમ છે. આ ટૂર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન થવાની છે. જોકે દુનિયાભરમાં પરિસ્થિતિ જોતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટી-૨૦ ઉતાવળમાં આ અંગે નિર્ણય લેવા માંગતુ નથી. જો પરિસ્થિતિ ન સુધરે તો વર્લ્ડ કપને એક વર્ષ માટે સ્થગિત કરવાની અથવા દર્શકો વગર ટૂર્નામેન્ટ રમાડી શકાય છે.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, કોરોના સંકટના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વર્લ્ડ કપ પહેલા ઑસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે મહત્ત્વની સીરિઝ રમાવવાની છે. જ્યારે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ૩ ટી-૨૦ પણ રમવા જવાની છે. વર્લ્ડ કપ પછી ભારત યજમાન ઓસ્ટ્રેલિયા સામે ૪ ટેસ્ટ અને ૩ વનડેની સીરિઝ પણ રમવાનું છે.
એક ઇંગ્લિશ ન્યૂઝપેપરે વિશ્વસનીય સૂત્રોના હવાલે લખ્યું કે, “આઈસીસી ઓગસ્ટના અંતમાં વર્લ્ડ કપ અંગે નિર્ણય લેશે. અત્યારે કંઈપણ સ્પષ્ટ નથી. આઈસીસી માટે લોકોનું સ્વાસ્થ્ય વધુ જરૂરી છે. જોકે થોડા સમયમાં વર્તમાન સ્થિતિ સુધરે તો શુ કઈ થશે? શુ એવું બની શકે છે કે આઈસીસી એ પોતે ટી-૨૦ વર્લ્ડ કપને મે સુધી સ્થગિત કરી દીધો હોય ? આ બાબતે અત્યારે કઈ કહી શકાય નહિ. આઈસીસી માટે વર્લ્ડ કપ અંગે નિર્ણય કરવો અઘરો છે. જોકે અત્યારે, આઈસીસીના નિર્ણય પહેલા આપણે કોઈ અનુમાન ન લગાવવું જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Sports

  એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

  હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું…
  Read more
  Sports

  પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

  પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
  Read more
  Sports

  કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

  રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.