Gujarat

ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું પેમેન્ટ ચૂકવવા રૂપાણીને રજૂઆત

વાંકાનેર, તા.૧
વાંકાનેર માર્કેટયાર્ડના પ્રમુખ રસુલભાઈ કડીવાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલ મગફળીના પેમેન્ટ ચૂકવવા અને વર્ષ ર૦૧૬-૧૭ના કપાસના પાક વીમાની રકમ સત્વરે ચૂકવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. જેમાં સરકારે વર્ષ ર૦૧૭-૧૮ ખરીફ સિઝનમાં વાંકાનેર ખાતે ટેકાના ભાવે ખરીદેલ મગફળીના પેમેન્ટ ચૂકવવા અને વર્ષ ર૦૧૬-૧૭ના વાંકાનેરના ખેડૂતોના કપાસના પાક વીમાની રકમ ચૂકવવા માગણી કરેલ છે. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા તા.૧૮-૧૧-ર૦૧૭થી ગુજરાત દ્વારા વર્ષ ર૦૧૭-૧૮ ચાલુ ખરીફ સિઝનમાં વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે મગફળીની ખરીદી ટેકાના ભાવે શ્રી ધમલપર સેવા સહકારી મંડળી (રાજકોટ) મારફતે કરેલ. તે સમયે શરૂઆતમાં ખેડૂતોને એક અઠવાડિયાની અંદર મગફળીનું પેમેન્ટ ખેડૂતોના ખાતામ ડાયરેક્ટ જમા થઈ જતું હતું. જેના કારણે કુલ ૧૦૬૧ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ગુજરાત સરકારને વેચેલ છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી જે મગફળીની ખરીદી કરેલ તેના મોટાભાગના પેમેન્ટ ખેડૂતોના હજુ બાકી છે. ઘણા બધા ખેડૂતોને બે મહિનાનો સમય વીતી ગયેલ હોવા છતાં સરકારને વેચેલ મગફળીનું પેમેન્ટ મળેલ નથી. હાલ ખેડૂત સમાજને નવા ઉનાળુ વાવેતર અને લગ્ન સિઝન હોઈ પૈસાની તાતી જરૂર હોઈ સત્વરે મગફળીના બાકી નીકળતા પેમેન્ટની રકમ ખેડૂતોને તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માગણી કરેલ છે.
સરકારે માર્ચના અંત સુધી ટેકાના ભાવે મગફળી ખરીદવાની ખાતરી આપેલ હતી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી સરકારે ખરીદી કેન્દ્ર બંધ કરી દીધેલ છે. ખેડૂતોને હાલ ખૂબ જ નીચા ભાવથી મગફળીનું વેચાણ કરવું પડી રહ્યું છે.
વાંકાનેર વિસ્તારમાં ખેડૂતોને વર્ષ ર૦૧૬-૧૭માં કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયેલ, જે અંગે સરકારની એજન્સી દ્વારા ક્રોપ કટિંગના સર્વે પણ કરાવવામાં આવેલ. તે અનુસંધાને કપાસના પાક વીમાની રકમ સરકારશ્રી દ્વારા જાહેરાત કરાયેલ હોવા છતાં આજ સુધી મળેલ નથી. ખેડૂતોને હાલ પાક ધિરાણનું ચૂકવણું કરવાનો સમય આવી ગયેલ છે, તો તાત્કાલિક ધોરણે પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવવા માગણી કરેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.