National

ટોળાના હુમલાનો ભોગ બનેલા ગુરૂગ્રામના મુસ્લિમ પરિવારે પોલીસની ‘નિષ્ક્રિયતા’ને કારણે સામૂહિક આત્મહત્યાની ધમકી આપી

(એજન્સી) તા.ર
હરિયાણાના ગુરૂગ્રામમાં હોળીના દિવસે ભીડ દ્વારા કરવામાં આવેલા હુમલાના પીડિત મુસ્લિમ પરિવારે પોલીસ અને સ્થાનિક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે પીડિત પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. પીડિત મુસ્લિમ પરિવારે પોલીસ અને સ્થાનિક નેતાઓ પર આરોપ લગાવતા જણાવ્યું કે, તેમની પર એફઆઈઆર પરત લેવાનું દબાણ નાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સ્થાનિક નેતાઓના પ્રભાવમાં પોલીસ કામ કરી રહી છે અને અત્યાર સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.
પીડિત પરિવારે સોમવારે સોહનાના એસડીએમને એક જ્ઞાપન સોંપીને કેસની તપાસ ઝડપી કરવાની માંગ કરી છે. તેમણે આ દરમિયાન જણાવ્યું કે, જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક રીતે આત્મહત્યા કરી લેશે.
પરિવારના એક સભ્ય મોહમ્મદ અખ્તરે આરોપ લગાવતા જણાવ્યું કે, આ કેસ બધાની સામે છે. બધા જાણે છે કે, ગુંડાઓએ જાણી કરીને અમારી પર હુમલો કર્યો. તેમ છતાં જિલ્લા પોલીસ અમારી મદદ કરી રહી નથી અને હુમલાખોરો અને પરિવારના સભ્યો દ્વારા એફઆઈઆર પરત લેવાની ધમકી આપવામાં આવી રહી છે. પોલીસ અત્યાર સુધી લગભગ ૩પ ગુંડાઓની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે. ત્યાં જ આ કેસમાં પોલીસ હાઈકમિશનર હિમાંશુ ગર્ગે જણાવ્યું કે, અમે અત્યાર સુધી ૧૩ લોકોની ધરપકડ કરી છે અને બાકી આરોપીઓની તપાસ જારી છે. અમે કોઈનો પણ પક્ષ લઈ રહ્યા નથી. જણાવી દઈએ કે, ગુરૂગ્રામના ભોંડસીમાં ર૧ માર્ચે હોળીના દિવસે ભારે સંખ્યામાં ભીડે એક મુસ્લિમ સભ્યોને ઘરમાં ઘૂસીને નિર્દયતાથી માર્યા હતા, જેનાથી કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ગુંડાઓ દ્વારા મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.