Gujarat

ડીસા ખાતે કૃષિ કાયદાના સમર્થનમાં સંમેલન યોજાયું ખેડૂતોના ખભે બંદૂક મૂકવાનું કામ વચેટિયાઓ કરે છે : પૂર્વ ગૃહમંત્રી ઝડફિયા

 

ડીસા, તા.૧૭
સમગ્ર દેશમાં ભાજપના સંગઠનના હોદેદારો સમગ્ર કૃષિ કાયદા વિશે માહિતી મેળવી કાર્યકરોને સમજાવી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા અને પાટણના ભાજપના કાર્યકરોનું સંમેલન ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ કાયદા વિશે માહિતગાર કર્યા હતા. ત્યારે ગોરધનભાઈ ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સીધા ૯૦ હજાર કરોડ ખેડૂતોના ખાતામાં સીધા નાખે તે સરકાર ખેડૂતોની દુશ્મન હોઈ શકે ખરા. ખેડૂતની જમીન વેચવાની, ગીરવે કે ભાડા પટ્ટાની કોઈ વાત નથી. ખેડૂત પોતાના માલની કિંમત જાતે નક્કી કરી શકે તે માટે કાયદો લાવવામાં આવ્યું છે. એમએસપીની વાત કરવાનો અધિકાર કોંગ્રેસને નથી. જો કે હાલ દેશમાં બદલાવ આવ્યો છે તો કાયદા પણ બદલવા જરૂરી છે અને કાયદો આવ્યા બાદ તમારા ખેતરમાં વેપારીઓની લાઇન લાગશે એ કામ સરકાર કરી રહી છે. બાદલ ફેમિલી કમિશનના એજન્ટ છે અને ખેડૂતોને ઉશ્કેરાયેલાનું કામ એજ કરે છે. મોટાભાગના પાકમાં ૨૦થી ૬૦ ટકાનો વધારો પાંચ વર્ષમાં કર્યો છે. ખેડૂતોના ખભે બંદૂક મુકવાનું કામ વચેટિયાઓ કરે છે. હવે તમારે ક્યારેય બટાટા રોડ પર ફેંકવાનો વારો નહીં આવે તેમ જણાવ્યું હતું. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ખેડૂત ગેનાજી પણ આ કૃષિ કાયદાની તરફેણ કરી સરકાર ખેડૂતના હિતમાં કાયદો લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
દિલ્હીમાં ખેડૂતો જ્યારે આંદોલન ઉગ્ર બનાવી રહ્યા છે અને આ આંદોલનમાં ગુજરાતના ખેડૂતો ન જોડાય જે માટે ભાજપની સરકારે હવે સંગઠનના આગેવાનોને મેદાને ઉતાર્યા છે અને ગામેગામ કૃષિ કાયદા વિશે ખેડૂતોને માહિતીગાર કરવા આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આજે ડીસા ખાતે આ કૃષિ સંમેલન બોલાવવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.