Ahmedabad

ડૉક્ટરો તથા તબીબી શિક્ષકોને ૬૨ વર્ષે નિવૃત્તિ બાદ મળશે એક્ષટેન્શન

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૧
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના દરેક નાગરિકોને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર અવિરત પણે મળવાની ચાલુ રહે અને આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ થાય તે માટે રાજ્ય સરકારે આરોગ્યલક્ષી મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તબીબી સેવા, જાહેર આરોગ્ય અને તબીબી શિક્ષણ હેઠળ સેવા આપતા તબીબી શિક્ષકો અને તબીબોને ૬૨ વર્ષની વય નિવૃત્તિ બાદ વધુ ત્રણ વર્ષ સુધી નિમણૂકો આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં એમબીબીએસ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ (એલોપેથિક) તબીબોને નિમણૂક અપાશે. ના.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશ અને રાજ્યમાં સરકારી સેવાઓમાં ડૉક્ટરોની અછત પ્રવર્તે છે અને ગુજરાત જેવા રાજ્યમાં મોટાભાગના ડૉક્ટરો ખાનગી પ્રેક્ટિસમાં જોડાઈ જાય છે તેથી સરકારી સેવા માટે પૂરતા ડૉક્ટરો ઉપલબ્ધ થતા નથી. આવા સંજોગોમાં ડૉક્ટરોની ઉપલબ્ધી વધારવા માટે અત્યારે ડૉક્ટરોની વય નિવૃત્તિ વય જે ૬૨ વર્ષની છે. તેમાં નિવૃત્ત થયા બાદ ડૉક્ટરોને વધુ ત્રણ વર્ષ સુધી સરકારી હોસ્પિટલોમાં કામગીરી માટે તેમજ મેડિકલ કોલેજોમાં શિક્ષણ માટે સેવામાં ચાલુ રહે તેવી નીતિ રાજ્ય સરકારે નક્કી કરી છે તે મુજબ હવે ૬૨ વર્ષની વય નિવૃત્તિ બાદ નિવૃત્ત પામેલા ડૉક્ટરોને વધુ ત્રણ વર્ષ સુધી પે-માઈનસ પેન્શનની આકર્ષક પગાર યોજના મુજબ નિમણૂક અપાશે. જેથી દર વર્ષે સેંકડોની સંખ્યામાં જે ડૉક્ટરો નિવૃત્ત થાય છે. તેઓ પણ સરકારી સેવામાં કાર્યરત રહી શકશે. જેનો સીધો લાભ હોસ્પિટલોમાં વધુ ડૉક્ટરો મળતા દર્દીની સેવામાં ઉપયોગી નિવડશે. આ નિર્ણયથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વર્ગ-૧ અને વર્ગ-રના તબીબી શિક્ષકો અને તબીબોને વયનિવૃત્તિ બાદ નિમણૂક અપાશે. પુનઃ નિમણૂકનો સમયગાળાનો પ્રથમ તબક્કો ૧ર માસનો રહેશે. પરંતુ પુનઃ નિમણૂક આપ્યા બાદ, રાજ્ય સરકારને સીધી ભરતીથી કે બઢતીથી નિયમિત તબીબો ઉપલબ્ધ થતાં પુનઃ નિમણૂક પામેલ ડૉક્ટર્સ/તબીબી શિક્ષકોને છુટા કરાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.