National

તમે અમારી સાથે ચાલો છો કે નહીં ? : અર્નબ ગોસ્વામીએ ધરપકડનો વિરોધ કર્યો, પત્ની સામ્યબ્રતા ગોસ્વામીએ મારપીટ કરી હોવાનો આરોપ મૂક્યો

(એજન્સી) તા.૪
બુધવારે સવારે મુંબઈમાંથી રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની નાટકીય ધરપકડનો વીડિયો રિપબ્લિક ટીવીએ શેર કર્યો હતો. તેમાં તેમની પત્ની સામ્યબ્રતા ગોસ્વામી સતત આરોપ મૂકી રહ્યાં છે કે તેમના પરિવારને ગંભીર સ્થિતિનો સામનો કરવો પડશે તે રીતે ધમકાવાઈ રહ્યા હતા.
વીડિયોમાં બે પોલીસ અધિકારીએ ગોસ્વામીને વારંવાર માન સાથે તેમને તેમની સાથે ચાલવા કહી રહ્યા હતા. તેઓ કહે છે કે શું તમે અમારી સાથે ચાલી રહ્યાં છો ? જોકે થોડીકવાર પછી જ પોલીસની ટીમે રિપબ્લિક ટીવીના સંસ્થાપકને ત્યારે ખેંચવાની શરૂઆત કરી દીધી જ્યારે તેઓએ સ્વૈચ્છિક રીતે તેમની સાથે જવાનો ઈન્કાર કરી દીધો. આ દરમિયાન ગોસ્વામીની પત્ની સામ્યબ્રતા ગોસ્વામી વારંવાર નાટક કરતા હોય તેમ કહી રહ્યા હતા કે તમે ફિજિકલી અસોલ્ટ કરી રહ્યા છો, તમે કેમ આવું કરી રહ્યાં છો ? જોકે આ વીડિયોમાં જ એક પોલીસ અધિકારી કહે છે કે અમે અહીં ધરપકડ કરવા આવ્યા છીએ. પોતાના નિવેદનમાં રિપબ્લિક ટીવીએ કહ્યું કે વહેલી સવારે આખો દેશ સાક્ષી રહ્યું કે મહારાષ્ટ્ર પોલીસના ઓપરેશનમાં ૭ઃ૪૫ વાગ્યે રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી લેવામાં આવી. તેમના ઘરે નાટકીય રીતે બધાના કેમેરા બંધ કરાવી દેવાયા હતા. ત્યાં મારપીટ કરવામાં આવી અને તેમને ઢસડીને પોલીસવાનમાં પૂરીને લઈ જવાયા હતા. એવો દાવો રિપબ્લિક ટીવી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે વીડિયો જોતાં સ્પષ્ટ જણાય છે કે આવું કંઈ જ હતું નહીં. અર્નબ ગોસ્વામી અને તેમનો પરિવાર ધરપકડનો વિરોધ કરી રહ્યો હતો. તેઓએ કલાકો સુધી પોલીસ અધિકારીઓને તેમના ઘરની બહાર ઊભા રહેવા મજબૂર કરી દીધા હતા. તેઓએ દરવાજા જ ખોલ્યા નહોતા. છતાં પોલીસ અધિકારીઓ તેમની સાથે માનપૂર્વક વાત કરી રહ્યા હતા અને તેઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    NationalPolitics

    ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.