Gujarat

તલાલા ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૪ આંચકા આવતા ફફડાટ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩
તલાલા ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તલાલા અને ગીર પંથકમાં સાંજના ૪.૩૫ વાગ્યે ૩.૫ તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. જને લઈને લોકો ઘરની બહાર દોડી ગયા હતાં અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આંચકાનું ઈસ્ટ સાઉથ ઈસ્ટ તલાલાથી ૧૦ કિલોમિટર દૂર કેન્દ્રબિંદુ ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના ૪ આંચકાઓ આવ્યા હતા. ગીર પંથકમાં રાત્રે ૯.૫૫ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઝટકો એટલે તીવ્ર હતો અને રાતનો સમય હોવાથી લોકો ભૂકંપનો આંચકો અનુભવીને બહાર દોડી આવ્યા હતા. એક જ દિવસમાં બે ભૂકંપના આંચકાઓ આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ભૂંકપનું કેન્દ્ર તલાલાથી ૯ કિલોમીટર દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટ કેન્દ્ર બિંદુ હોવાનું સામેે આવ્યું છે. હાલ તો રાત્રીનાં સમયે આંચકો આવવાનાં કારણે સ્થાનિક લોકોમાં ડર અને ફફડાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો ઘરની બહાર જ રહેવા માટે મજબૂર બન્યા છે. હવે ફરી આફટર શોક્સ આવે તેવી શક્યતાઓને જોતા લોકો બહાર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. અથવા તો ટોળા વળીને ખુલ્લા મેદાનમાં બેઠક જમાવી રહ્યા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, ગતરાત્રી ૮ઃ૫૪ વાગ્યે કચ્છના દુધઈમાં ૨.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે તલાલામાં રાત્રીના ૯ઃ૫૫ વાગ્યે ૨.૮ તીવ્રતાનો રાત્રીના ૧૦ઃ૪૨ વાગ્યે તલાલામાં ૧.૧ની તીવ્રતાનો તથા આજે મંગળવાર સવારે ૮ઃ૫૭ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.