Gujarat

તલોદના ખારાના મુવાડા ગામની મહિલાઓ રાત્રે ૩ કિ.મી. દૂર જઈ પાણી ભરવા મજબૂર

(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ,તા.૬
તલોદ તાલુકાનું એક એવું ગામજે સાબરકાંઠામાં તેના મોટા તળાવ ને લઈને જાણીતું છે. જી હા જો સાબરકાંઠામાં કોઈ મોટામાં મોટું તળાવ આવ્યું હોય તો તે તલોદના ખારા ના મુવાડા ખાતે આવેલ છે અને આ તળાવને લઈને આજુબાજુમાં આવેલા ૫૦થી ૬૦ ગામોને લાભ થતો હોય છે અને આજુબાજુના ખેતરોમાં પણ પાણીના સ્તર ઊંચા રહે છે પણ છેલ્લા બે વર્ષથી આ તળાવમાં એક પણ ટીપું પાણી નથી તો બીજી બાજુ સરકાર કે સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા આ તળાવ ભરવા કે ચોમાસા પહેલા ઊંડુ કરાવવા કે હાલ કોઈ યોજના દ્વારા પાણી ભરવામાં આવ્યું નથી જો તળાવમાં પાણી ભરવામાં આવે તો ખારાના મુવાડા સહિત ૫૦થી ૬૦ ગામોને સિંચાઇનું પાણી સહિત પશુ પંખીઓને પણ પાણી મળી રહે. ૫૦૦થી વધારે વસ્તી ધરાવતુ આ ગામમાં છેલ્લા બે વર્ષથી ગામજનોને પાણી માટે વલખા મારવા પડે છે અને ગામ થી દૂર ત્રણ થી પાંચ કિલોમીટર ખેતરોમાં ગામની મહિલાઓ દ્વારા પાણી ભરવા જવું પડે છે તો બીજી બાજુ બોર ઉપર રાત્રિનું લાઈટ હોવાથી મહીલા ઓ રાત્રે અંધારામાં પાણી ભરવા મજબુર બની છે અને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા છે ત્યારે માત્ર એક દિવસ અગાઉ રોજડ ગ્રામ પંચાયત દ્વારા ટેન્કર આપી માત્ર ફોટો સેકસન કરાવવામાં આવ્યું હતું અને આજે કોઇ ટેન્કર પણ દેખાયું નથી ત્યારે નેતાઓ પણ માત્ર વોટ માટે જ ગામમાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા હોવા છતાં કોઈ ડોક્યુ પણ કર્યું નથી ત્યારે હાલ તંત્રમાં પાણી માટે નવીન બોર કે પાઇપલાઇન દ્વારા પાણી આપવું કે સબ બનાવી પાણી આપવા સહિતની ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા તૈયાર બહાનું આગળ ધરી દે છે કે અત્યારે આચારસંહિતા હોવાથી કઇ થાય નહી પણ સાહેબ પાણી માટે તો આ ગામના રહીશો બે વર્ષથી તંત્રના પાપે પાણી વગર મરવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કોઇ પગલાં ભરવામાં આવે તેવી માગ પણ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.