Gujarat

તારાપુરનાં કનેવાલ તળાવમાં પ્રેમી પંખીડાએ પડતું મૂક્યું

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૭
આણંદ જિલ્લાનાં તારાપુર તાલુકાનાં કનેવાલ તળાવમાં આજે સવારે ભરવાડ સમાજનાં પ્રેમી પંખીડાએ પડતું મુકી આત્મહત્યા કરી હોવાનો બનાવ તારાપુર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર તારાપુર તાલુકાનાં વલ્લી ગામનાં શાયર ભરતભાઈ ભરવાડ (ઉ.વ.૨૧) અને દૂધારી ગામની સેજલ લાખાભાઈ ભરવાડ છેલ્લા લાંબા સમયથી એક બીજાનાં પ્રેમમાં હતા અને એક બીજાને સાથે જીવવા મરવાનાં વચન આપ્યા હતા,પરંતુ બન્ને પ્રેમી યુગલનાં પરિવારજનોને આ સંબધ મંજુર હતો નહી,જેથી તેઓએ સેજલ અને શાયરને મળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો અને સેજલને ધરમાંથી બહાર નિકળવા દેવાતી ન હતી,જેનાં કારણે બન્ને પ્રેમી યુગલથી વિરહ નહી સહેવાતા ત્રણ દિવસ પૂર્વે તક મળતાજ શાયર અને સેજલ ધર છોડીને ભાગી ગયા હતા,પરંતુ ત્રણ દિવસ સાથે ફર્યા બાદ તેઓને લાગ્યું હતું કે આ સમાજ અને તેમનાં પરિવારજનો તેમનાં લગ્ન થવા દેશે નહી અને તેઓ એક બીજા વગર રહી શકશે નહી જેથી તેઓએ આ ભવમાં નહી તો આવતા ભવમાં એક બીજાને સાથે મળવાનાં વચન આપી આત્મ હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો અને તે અનુસાર આજે સવારનાં સુંમારે શાયર અને સેજલએ વલ્લી ગામ નજીક આવેલા કનેવાલ તળાવમાં પડતું મુકી આત્મહત્યા કરી હતી.આ બનાવ અંગે તારાપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.