Ahmedabad

તાલુકાકક્ષાના અરજદારોના કામ માટે સીએમ ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તારાશે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના વિભાગો અને જનહિત સેવાઓ સાથે સંકળાયેલા તમામ વિભાગોના સ્ટ્રોન્ગ ડેટાબેઇઝથી સરકારી તંત્રની કાર્યપધ્ધતિનું એક જ ડેશબોર્ડ સી.એમ. ડેશ બોર્ડ પરથી સઘન મોનિટરીંગ કરવાની પ્રતિબધ્ધતા દોહરાવી છે. ગત વર્ષે તા. ૪થી મેના શરૂ કરાયેલા સી.એમ. ડેશ બોર્ડની સફળતાનું એક વર્ષ પૂર્ણ થવા અવસરે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ પ્રવર્તમાન સમયની માંગ છે અને નાનામાં નાના માનવીની રજૂઆતના સત્વરે નિવારણ માટે આવી ટ્રેકિંગ પદ્ધતિ આવશ્યક બની છે. તેમણે સી.એમ. ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તારીને તાલુકા સ્તર સુધીના અદના અરજદારની રજૂઆત પણ સીધી મુખ્યમંત્રી કક્ષાએથી મોનિટરીંગ થાય તેવી નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રી એસી.એમ. ડેશ બોર્ડના નવા આધુનિક તકનીકયુકત ર.૦ વર્ઝનની હવે શરૂઆત થવાની છે તેની છણાવટ કરતાં જણાવ્યું કે, અગાઉ ૧૭૦૦ જેટલા ઇન્ડીકેટરના સ્થાને હવે ૩ હજારથી વધુ ઇન્ડીકેટર્સ આ ડેશ બોર્ડના કાર્યક્ષેત્રમાં જોડવાના છીએ.
તેમણે આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનથી માંડીને રેશનકાર્ડ સુધીની બધી સેવાઓ ઓનલાઇન કરીને પારદર્શી પ્રશાસનની સ્ટ્રીમ લાઇન વ્યવસ્થા વિકસાવવાની મનસા વ્યકત કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.