National

તિબેટના લોકોએ તિબેટ પર ચીનનો કબજો દર્શાવવા ‘આઝાદી માટે કૂચ’ શરૂ કરી

 

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
તિબેટની નષ્ટ થઈ રહેલ પર્યાવરણીય પરિસ્થિતિ તરફ વિશ્વનું ધ્યાન ખેંચવા બે તિબેટીયનો તેન્ઝીન ધોન્દુપ અને તેન્ઝીન નાયિમાંએ બરતરફ કરાયેલ તિબેટીયન સરકારની હિમાચલ પ્રદેશમાં આવેલ રાજધાની ધર્મશાલામાંથી “સ્વતંત્રતા માટે કૂચ”નું આયોજન કર્યું છે. એમણે કહ્યું કે, વિશ્વએ સ્વીકાર કરવું જ જોઈએ કે તિબેટ ચીન દ્વારા કબજે કરાયેલ પ્રદેશ છે.
તેન્ઝીન ધોન્દુપે સોમવારે પ્રેસ ક્લબ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કહ્યું કે, મેં એકલે જ આ “સ્વતંત્રતા માટે કૂચ” મેકલેઓડ ગંજ સ્ક્વેર ધર્મશાલા, હિમાચલ પ્રદેશથી ઇન્ડો-તિબેટ બોર્ડર, સિક્કીમમાં આવેલ નાથુલા સુધી બીજી નવેમ્બરથી શરૂ કરી છે. આ કૂચ હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ અને હરિયાણાથી પસાર થઇ ચૂકી છે અને હવે દિલ્હી, યુપી, બિહાર, પ.બંગાળ અને સિક્કીમથી પસાર થશે. કૂચનો કુલ અંતર ૨૧૦૦ કિ.મી. છે જે ૯૦ દિવસોમાં પૂર્ણ કરીશ અને મારી સાથે તેન્ઝીન નાયિમાં ચંદીગઢથી જોડાયો છે. એમણે જણાવ્યું કે, અમારી કૂચનો ઉદ્દેશ્ય વિશ્વને ચીનના શોષણ પ્રત્યે ધ્યાન ખેંચવાનો છે. ચીને અમારા દેશ તિબેટની પ્રાકૃતિક સંપદાનું અતિશય શોષણ કર્યો છે જેના લીધે તિબેટની પર્યાવરણીય પરિસ્થિતિ નષ્ટ પામી છે. તેનાથી તિબેટ સમેત દક્ષિણ એશિયન દેશો ઉપર અવળી અસર થઈ રહી છે. ચીને વિકાસના નામે બેફામ ઔદ્યોગીકરણ કરી અમારી મૂળ સંસ્કૃતિ અને કૃષિની ઓળખ જ નાશ કરી છે અને અમને બળજબરીથી શહેરીકરણનું જીવન અપનાવવું પડી રહ્યું છે. તિબેટીયનોને પોતાના અધિકારોના રક્ષણ માટે કોઈ સત્તા નથી અને મુક થઇ આ વિધ્વંસ જોઈ રહ્યા છીએ. ચીન તિબેટના હિતોની અવગણના કરી ફક્ત પોતાના જ હિતોને મહત્ત્વ આપે છે. ૧૯૫૯ સુધી તિબેટ એક સ્વતંત્ર દેશ હતું. ચીને તિબેટીયનોને સતત ત્રાસ આપી અને ખોટા આક્ષેપો મૂકી એમને મનસ્વી રીતે જેલોમાં પૂરી દીધા હતા. જે કોઈ વ્યક્તિ સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવે એની ઉપર ત્રાસ ગુજારી એનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. છેલ્લા ૬૦ વર્ષોથી તિબેટીયનો ચીનના અત્યાચારો સહન કરી રહ્યા છે. હાલમાં સમગ્ર વિશ્વ ચીનની વિસ્તારવાદી નીતિઓ સામે વિરોધ કરી રહ્યું છે એ માટે હવે સમય છે કે, અમે પણ આવજ ઉઠાવીએ અને ચીનના શાસનનો વિરોધ કરીએ. તિબેટ ઉપર ચીનના કબ્જા પહેલા ભારત અને ચીન વચ્ચે કોઈ સીમા ન હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.