Downtrodden

તેલંગાણામાં જાતિવાદથી પ્રેરાઈ હત્યા : દલિત પુરૂષ સાથે લગ્ન કરવા બદલ પરિણીત મહિલા કોન્સ્ટેબલની હત્યા

માત્ર અઠવાડિયા પહેલા જ તેમના લગ્ન પછીથી દંપતી સામે તેની ધમકીઓનો ઉલ્લેખ કરી તેના પતિએ નાગમણિના ભાઈ પર હત્યાનો આરોપ લગાવ્યો

(એજન્સી) તા.૩
હૈદરાબાદના હયાથનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ કોંગારા નાગમણિ (૨૭)ની તેલંગાણાના રાનાગરેડ્ડી જિલ્લામાં એક અલગ જાતિના વ્યક્તિ સાથેના લગ્નના કારણે સોમવાર, ૨ ડિસેમ્બરના રોજ તેના સંબંધીઓ દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. ૨૦૨૦ બેચની સ્નાતક એવી શહેરના રાયપોલની રહેવાસી તેણે પરિવારના વિરોધ છતાં, તેની પસંદગીના પુરૂષ સાથે તાજેતરમાં લગ્ન કર્યા હતા, જે એક અલગ જાતિનો હતો. જ્યારે તે કામ પર જઈ રહી હતી ત્યારે પાછળથી એક કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને પછી તેના ગળામાં છરા મારવામાં આવ્યા હતા, તેનું મૃત્યુ સમાજની નીચતાની સ્થિતિની ગંભીર યાદ અપાવે છે.
જડબા અને ગળામાં છરાના ઘા : તેના પતિ બંદરી શ્રીકાંતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘અમે બંને હંમેશની જેમ કામ પર જવા નીકળ્યા, અને રસ્તામાં હું તેની સાથે વાત કરી રહ્યો હતો,’ તેણે ચાલુ રાખ્યું, “તેણે મને કહ્યું કે પરમેશ તેને કાર વડે મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી કૉલ અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો,’. પરમેશ નાગમણીનો નાનો ભાઈ છે. તેણે આગળ વર્ણન કર્યું, “ચિંતિત થઈને, મેં મારા ભાઈને ઘટનાસ્થળે મોકલ્યો જેણે મને જાણ કરી કે નાગમણિ મૃત્યુ પામી છે. હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મારી પત્ની લોહીના ખાબોચિયામાં પડેલી જોવા મળી હતી”. માત્ર અઠવાડિયા પહેલા જ તેમના લગ્ન પછીથી દંપતી સામે તેની ધમકીઓનો ઉલ્લેખ કરી તેના પતિએ નાગમણીના ભાઈ પર હત્યાનો આરોપ લગાવ્યો. ગુનાના સ્થળે, પોલીસે જોયું કે નાગમણીના સ્કૂટરને પાછળથી એક કારે ટક્કર મારી હતી. તેના જડબા અને ગરદન પર છરાના અનેક ઘા હતા. આ ઉપરાંત કારની નંબર પ્લેટ ઘટનાસ્થળેથી પડેલી મળી આવી હતી. મીડિયા સાથે વાત કરતા, ઇબ્રાહિમપટ્ટનમના પોલીસ ઇન્સ્પેક્ટર બી સત્યનારાયણે કહ્યું : ‘ગઈકાલે રજા હોવાથી તે અહીં (રાયપોલ) આવી હતી અને આજે સવારે તેની હત્યા કરવામાં આવી હતી.’ તેમણે ઉમેર્યું, ‘અમને શંકા છે કે તે કુટુંબ સંબંધિત હત્યા છે અને અમે આરોપીને પકડ્યા પછી તપાસ પૂર્ણ કરીશું,’.
આંતરજાતીય લગ્ન અને પારિવારિક વિરોધ : ફરિયાદમાં શ્રીકાંતે આ દંપતીની અત્યાર સુધીની સફરનું વર્ણન કર્યું છે. નાગમણિ કુરૂમા(પછાત વર્ગના) સમુદાયની હતી, જ્યારે શ્રીકાંત માલા સમુદાય (એક અનુસૂચિત જાતિ) ના હતા. લગભગ એક દાયકા પહેલા નાગમણીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં જ, તેના પતિને નાપસંદ કરતા, નાગમણી તેના માતાપિતા સાથે રાયપોલમાં રહેવા પરત ફરી હતી. ત્યારબાદ તે શ્રીકાંતને મળી અને બંને લગભગ આઠ વર્ષથી રિલેશનશિપમાં હતા. જાતિના મતભેદોને કારણે નાગમણીના પરિવારના ખૂબ વિરોધ છતાં, દંપતીએ ૧૯ નવેમ્બરના રોજ લગ્ન કર્યા. ત્યારથી પરમેશ દંપતીને ધમકીઓ આપતો હતો.
ટૂંક સમયમાં ગુનેગારને ઝડપી લેવાય તેવી શક્યતા ફરિયાદના અંતમાં શ્રીકાંતે પરમેશ સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેણે પોલીસને તેની પત્ની નાગમણીને ન્યાય આપવા માંગ કરી હતી. ઇબ્રાહિમપટ્ટનમ પોલીસે સાઉથ ફર્સ્ટને જાણ કરી કે શ્રીકાંતે ખરેખર ફરિયાદ નોંધાવી છે. પોલીસે માહિતી આપી કે, “અમે કેસમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અમે હજુ પણ પરમેશને શોધી રહ્યા છીએ, અમારી પાસે તેના સ્થાનો અંગે કેટલાક નક્કર લીડ છે,”. તેઓએ ઉમેર્યું હતું કે તેઓ તેના રિમાન્ડ મેળવે તેવી શક્યતા છે અને તેઓ પરમેશની કસ્ટડીમાં લેવાની આશા રાખે છે.

Related posts
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Downtrodden

કેરળમાં ૧૮ વર્ષની દલિત યુવતી પર પાંચ વર્ષમાં ૬૪ લોકોએ દુષ્કર્મ આચર્યું

બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.