Sports

દર્શક શાનદાર કેચ પકડશે તો મળશે ૧ લાખથી એસયુવી કાર સુધીનું ઇનામ

નવી દિલ્હી,તા.૫
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે જાહેરાત કરી છે કે, જો કોઇ દર્શક મેચ દરમિયાન ફટકારવામાં આવેલા છગ્ગાને એક હાથે કેચ કરી લે છે, તો તેને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે. બીસીસીઆઇએ આઇપીએલ ૨૦૧૯ સિઝન માટે કેચ પ્રતિયોગિતાની જાહેરાત કરી છે. આઇપીએલ ૨૦૧૯ની આ સિઝન ૨૩ માર્ચે શરૂ થવાની છે.
બીસીસીઆઇ અનુસાર, દરેક મેચમાં એક હાથે કેચ કરનારાઓને એક લાખ રૂપિયા મળશે અને સૌથી સારો કેચ પકડશે તો ટાટાની નવી સ્પોટ્‌ર્સ યૂટિલિટી વ્હીકલ હેરિયર (એસયુવી) પણ મળશે.
બીસીસીઆઇએ આઇપીએલમાં પોતાના ઓફિશિયલ પાર્ટનર ટાટા મોટર્સના ટાટા હેરિયર એસયુવીને આઇપીએલ-૨૦૧૯ની લીડ બ્રાન્ડ જાહેરા કરી છે.
બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, ’’અમને એ જણાવતા આનંદ થાય છે કે ટાટા મોટર્સની સાથે અમે અમારી પાર્ટનરશિપને આગળ વધારી રહ્યાં છીએ.’’ ઉલ્લેખનીય છે કે, હેરિયર ટાટા મોટર્સની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

    હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું…
    Read more
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.